Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

નેશનલ હેરાલ્ડ કેસ

રાહુલ-સોનિયાને આયકરની ૧૦૦ કરોડની નોટીસ

નવી દિલ્હી તા.૯ : નેશનલ હેરાલ્ડ મામલામાં યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને વધુ એક ફટકો પડયો છે. મળતા અહેવાલો મુજબ સોનિયા અને રાહુલને ૧૦૦ કરોડની ટેક્ષ નોટીસ ફટકારવામાં આવી છે.

કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર લગભગ ૧૦૦ કરોડ રૂપિયાની ટેક્ષ જવાબદારી છે. એજેએલથી સંબંધિત તેમની આવકના પુનઃ મુલ્યાંકન બાદ આયકર વિભાગે આ નોટીસ જારી કરી છે. આદેશમાં જણાવાયુ છે કે તેમણે પોતાની આવકમાં કરોડો રૂપિયા ઓછા બતાડયા છે. જે આયકર વિભાગના કહેવા મુજબ બંનેની છુપી આવક ૩૦૦ કરોડ રૂપીયાથી વધુ છે અને આ કેસમાં જવાબદારી ૧૦૦ કરોડની છે.(૧.૧૨)

(11:31 am IST)