Gujarati News

Gujarati News

News of Wednesday, 9th January 2019

2018માં ભારતીય કંપનીઓ દ્વારા 129 અબજ ડોલરના વિક્રમી મર્જર અને એકવીઝમ થયા

વોલમાર્ટની ફ્લિપકાર્ટની સૌથી મોટી ડીલ :ભારતીય કંપનીઓને વિદેશીઓ દ્વારા હસ્તગત કરવાનું પ્રમાણ વધીને 55,8 અબજ ડોલરે પહોંચ્યું

 

નવી દિલ્હીઃ વર્ષ 2018માં ભારતીય કંપનીઓને સાંકળતા મર્જર એન્ડ એક્વિઝિશન ડીલ્સનું મૂલ્ય 129.4 અબજ ડોલર થયું છે. પહેલા  2007માં 67.4 અબજ ડોલરની ટોચ બનાવી હતી.

  ડીલ્સની સંખ્યામાં ગયા વર્ષની તુલનાએ 17.2 ટકાનો વધારો થયો છે. M&A ડીલનું સરેરાશ કદ ગયા વર્ષના 82.8 મિલિયન ડોલરથી વધીને 127.8 મિલિયન ડોલર થયું છે. એટલે કે 8.28 કરોડ ડોલરથી વધીને 12.78 કરોડ ડોલર થયું છે.

   વર્ષે પાંચ અબજ ડોલરથી ઉપરના પાંચ સોદા હતા. તેનું સંયુક્ત મૂલ્ય 39.8 અબજ ડોલર થાય છે, જેની તુલનાએ 2017માં ફક્ત એક સોદો થયો હતો અને તે આઇડિયા વોડાફોનના 11.6 અબજ ડોલરના મર્જરનો હતો.

  વખતે M&A ડીલ્સની આગેવાની સ્થાનિક ડીલ્સે લીધી હતી. સ્થાનિક સ્તરે 57.3 અબજ ડોલરના ડીલ થયા હતા, જે 2017ની 26.7 અબજ ડોલરની ઓલટાઇમ વેલ્યુ કરતાં પણ બમણા હતા. સ્થાનિક ડીલ્સની સંખ્યા પણ 2017ની તુલનાએ 17 ટકા વધી હતી.

  કુલ ક્રોસ બોર્ડર મર્જર એન્ડ એક્વિઝિશન એક્ટિવિટી 2018માં અગાઉના વર્ષથી બમણી થઈ 69.2 અબજ ડોલર થઈ હતી. તેની પાછળનું મુખ્ય કારણ સ્થાનિક સ્તરે મર્જર એન્ડ એક્વિઝિશનની પ્રવૃત્તિને મળેલો વેગ હતો.

  સ્થાનિક સ્તરે મર્જર એન્ડ એક્વિઝિશનની પ્રવૃત્તિમાં જોઈએ તો ભારતીય કંપનીઓને વિદેશી કંપનીઓ દ્વારા હસ્તગત કરવાનું પ્રમાણ 2018માં વધીને 55.8 અબજે ડોલરે પહોંચ્યુ હતુ. ડીલનું મૂલ્ય પણ 2017ના 31.5 અબજ ડોલરથી 77 ટકા વધ્યું હતું.

  અમેરિકા સ્થિત વોલમાર્ટે સોફ્ટબેન્ક અને નેસ્પર્સ લિમિટેડ પાસેથી ફ્લિપકાર્ટને ગયા વર્ષે 16 અબજ ડોલરમાં ખરીદી હતી. ડીલે ભારતમાં થયેલી મર્જર એન્ડ એક્વિઝિશનની કુલ પ્રવૃત્તિમાં 33.1 ટકાના સ્વરૂપમાં 18.5 અબજ ડોલરનો ફાળો આપ્યો છે, જે અગાઉના વર્ષે 1.7 અબજ ડોલર હતો.

(12:00 am IST)