Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

પ્રદેશ કોંગ્રેસે ચૂંટણીની તૈયારી આરંભી : વિવિધ કમિટીઓ જાહેર

કોંગ્રેસ પક્ષે રાજકીય બાબતો અને પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી : ૧૦ જીલ્લા પ્રમુખો જાહેર કર્યા : રાજકોટ જીલ્લા પ્રમુખનો તાજ લલિત વસોયાના શિરે : રાજકીય બાબતોની સમિતિમાં શકિતસિંહ (કન્‍વીનર), અમિત ચાવડા, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિધ્‍ધાર્થ પટેલ, પરેશ ધાનાણી સહિત ૧૭ સભ્‍યો : પ્રદેશ ચૂંટણી સમિતિમાં પ્રદેશના ટોચના નેતાઓ સહિત જીજ્ઞેષ મેવાણી, લલિત કગથરા, ઋત્‍વિક મકવાણા, વિરજી ઠુંમર, વિક્રમ માડમ, ઇન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ સહિત ૪૦ સભ્‍યો

રાજકોટ તા. ૮ : કોંગ્રેસ પક્ષે લોકસભાની ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ કરી દીધી છે. ચૂંટણી લડવાના ભાગરૂપે ગુજરાત માટે પક્ષે રાજકીય અને પ્રદેશ ચૂંટણી સમિતિની રચના કરવામાં આવી છે એટલું જ નહિ પક્ષે જીલ્લા કોંગ્રેસ સમિતિઓની પણ રચના કરી છે. આ માહિતી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે આજે બપોરે અકિલા'ને આપી હતી અને જણાવ્‍યું હતું કે, અમારા દ્વારા થયેલી ભલામણથી કોંગ્રેસના રાષ્‍ટ્રીય પ્રમુખશ્રી દ્વારા વિવિધ કમિટિ ઓની રચના કરવામાં આવી છે.

તેમણે જણાવ્‍યું હતું કે, રાજકીય બાબતોની સમિતિમાં કુલ ૧૭ સભ્‍યો રહેશે. જ્‍યારે ૪૦ સભ્‍યોની પ્રદેશ ચૂંટણી સમિતિ બનાવવામાં આવી છે. ઉપરાંત ૧૦ જીલ્લા પ્રમુખો પણ જાહેર કરવામાં આવ્‍યા છે. જેમાં રાજકોટ જીલ્લાના પ્રમુખ તરીકે લલિત વસોયાની નિમણુક કરવામાં આવી છે.

રાજકીય બાબતોની સમિતિ

૧. પ્રભારી જનરલ સેક્રેટરી, AICC

ર. શ્રી શક્‍તિસિંહ ગોહિલ, PCC - કન્‍વીનર

૩. શ્રી અમિત ચાવડા, CLP

૪. શ્રી અર્જુન મોઢવાડિયા

પ. શ્રી ભરતસિંહ સોલંકી

૬. શ્રી સિદ્ધાર્થ પટેલ

૭. શ્રી જગદીશ ઠાકોર

૮. શ્રી દીપક બાબરીયા

૯. શ્રી મધુસુદન મિષાી

૧૦. ડૉ. અમી યાજ્ઞિક

૧૧. શ્રી પરેશ ધનંત

૧૨. શ્રી શૈલેષ પરમાર

૧૩. શ્રી તુષાર ચૌધરી

૧૪. શ્રી લાલજી દેસાઈ

૧૫. જોડાણ. જાવેદ પીરઝાદા

૧૬.શ્રી નારાયણભાઈ રાઠવા

૧૭.શ્રી સુખરામ રાઠવા

પૂર્વ-અધિકારી સભ્‍યો

૧. ગુજરાતના પ્રભારી AICC સચિવો

૨. ગુજરાતમાંથી AICC સચિવો

૩. ગુજરાત PCCના કાર્યકારી પ્રમુખો

પ્રદેશ ચૂંટણી સમિતિ, ગુજરાત

૧. શ્રી શક્‍તિસિંહ ગોહિલ- પ્રમુખ

૨. શ્રી અમિત ચાવડા, CLP નેતા

૩. શ્રી ભરતસિંહ સોલંકી

૪. શ્રી અર્જુન મોઢવાડિયા

૫. શ્રી જગદીશ ઠાકોર

૬. શ્રી સિદ્ધાર્થ પટેલ

૭.ડૉ. અમી યાજ્ઞિક

૮. શ્રી નારાયણ રાઠવા

૯. શ્રી દિપક બાબરીયા

૧૦.શ્રી મધુસુદન મિષાી

૧૧.શ્રી શૈલેષ પરમાર

૧૨.શ્રી લાલજી દેશત

૧૩.શ્રી તુષાર ચૌધરી

૧૪. શ્રી સી જે ચાવડા

૧૫.શ્રી અનંત પટેલ

૧૬.શ્રી વિમલ ચુડાસમા

૧૭.શ્રીમતી. જીની બેન ઠાકોર

૧૮.શ્રી પરેશ ધાનાણી

૧૯.શ્રી સુખરામ રાઠવા

૨૦.શ્રીમતી. સોનલબેન પટેલ

૨૧.શ્રીમતી. પ્રભાબેન તાવીયાડ

૨૨.શ્રી જીજ્ઞેશ મેવાણી

૨૩.શ્રી હિંમતસિંહ પટેલ

૨૪.શ્રી લલિત કગથરા

૨૫.શ્રી રૂત્‍વિક મકવાણા

૨૬.શ્રી અંબરીશ જે ડેર

૨૭.શ્રી કદીર પીરઝાદા

૨૮.શ્રી ઇન્‍દ્રવિજયસિંહ ગોહિલ

૨૯.શ્રી પુંજાભાઈ વંશ

૩૦.શ્રી વિરજીભાઈ ઠુમ્‍મર

૩૧. શ્રી વિક્રમ માડમ

૩૨.શ્રી ગ્‍યાસુદ્દીન શેખ

૩૩.શ્રીમતી. ચંદ્રિકાબેન ચુડાસમા

૩૪. શ્રી બળદેવ ઠાકોર

૩૫.શ્રી રઘુ દેસાઈ

૩૬.શ્રી નૌશાદ સોલંકી

૩૭.શ્રી લાખાભાઈ ભરવાડ

૩૮.શ્રી કિશન પટેલ

૩૯.શ્રી ગૌરવ પંડ્‍યા

૪૦.શ્રી ઈન્‍દ્રનીલ રાજ્‍યગુરૂ

અન્‍ય સભ્‍યો

૧. શ્રી હરપાલસિંહ ચુડાસમા

૨. શ્રી નરેન્‍દ્ર સોલંકી

૩. શ્રીમતી જેન્‍તબેન ઠુમ્‍મર

૪. શ્રી વિજય પટેલ

૧૦ જીલ્લા પ્રમુખોની નિમણુ઼ક : રાજકોટ જીલ્લા માટે લલિત વસોયા

૧.  શ્રી લલિત વસોયા - રાજકોટ

૨.  શ્રી ભરત જે. અમીપરા - જૂનાગઢ

૩.  શ્રી પ્રતાપ દુધાત - અમરેલી

૪.  શ્રી હિંમતસિંહ પટેલ - અમદાવાદ

૫.  શ્રી ચેતનસિંહ પરમાર - પંચમહાલ

૬.  શ્રી ચંદ્રશેખર ડાભી - ખેડા

૭.  શ્રી વિનુભાઈ કાશીભાઈ સોલંકી - આણંદ

૮.  શ્રી જશપાલસિંહ પઢિયાર - વડોદરા

૯.  શ્રી પ્રફુલ્લ પટેલ - નર્મદા

૧૦.    શ્રી મુકેશ પટેલ - ડાંગ

(3:30 pm IST)