Gujarati News

Gujarati News

News of Friday, 8th December 2023

એથિકસ કમિટીનો રિપોર્ટ રજુ : મોઇત્રાનું સભ્‍યપદ રદ કરવા ભલામણ

સાંસદ મોઇત્રાએ ઉદ્યોગપતિ પાસેથી સંસદમાં સવાલ પુછવા ગીફટ લીધી'તી : કાર લીધી હતી : ૨ કરોડની રોકડ પણ લીધી હતી : રીપોર્ટ બાદ લોકસભામાં હંગામો

નવી દિલ્‍હી, તા.૮: તળણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર સંસદમાં એથિકસ કમિટીએપોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. રોકડના બદલામાં સંસદમાં  પ્રશ્‍નો પૂછવાના મામલામાં રજૂ કરાયેલા રિપોર્ટમાં મહુઆની લોકસભાની સદસ્‍યતા રદ કરવાની ભલામણ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં મોઇત્રા પર લાગેલા આરોપોની વિગતવાર માહિતી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે મહુઆ મોઇત્રાએ સંસદમાં પ્રશ્‍નો પૂછવાના બદલામાં બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી ભેટ લીધી હતી. તેણે કાર લીધી હતી, આ સિવાય તેણે ૨ કરોડ રૂપિયાની રોકડ રકમ પણ લીધી હતી. આ ભેટો અને રોકડના બદલામાં મહુઆ મોઇત્રા પર સંસદમાં ગૌતમ અદાણી અને પીએમ નરેન્‍દ્રભાઇ મોદી સાથે સંબંધિત પ્રશ્‍નો પૂછવાનો આરોપ છે. રિપોર્ટ બાદ લોકસભામાં હંગામો મચી ગયો હતો.

શુક્રવારે બપોરે ૧૨ વાગ્‍યે એથિક્‍સ કમિટિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરવામાં આવ્‍યો છે. હવે આ મામલે સંસદમાં ચર્ચા થવાની છે અને તેમની સદસ્‍યતા રદ કરવાનો પ્રસ્‍તાવ પસાર થઈ શકે છે. મહુઆ પર એથિક્‍સ કમિટીના રિપોર્ટની રજૂઆત બાદ ગળહમાં ભારે હોબાળો થયો અને કાર્યવાહી સ્‍થગિત કરવી પડી. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે મહુઆ મોઇત્રા સામે લાંચ લેવાના આરોપો સીધા સાબિત થયા છે અને તેને ફગાવી શકાય નહીં. રિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે કોઇ બિઝનેસમેન પાસેથી ગિફ્‌ટ લેવી અને તેને  હાઉસ લોગ-ઇનની વિગતો આપવી એ ખોટું છે અને સંસદીય આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.

અહેવાલમાં સૂચવવામાં આવ્‍યું છે કે સાંસદ મહુઆ મોઇત્રાને ૧૭મી લોકસભામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે. આ સિવાય કમિટીએ ભલામણ કરી છે કે મહુઆ સામેના આરોપોની વ્‍યાવસાયિક એજન્‍સીઓ દ્વારા તપાસ થવી જોઈએ અને તેમાં મની ટ્રેઈલ ટ્રેસ થવી જોઈએ. સમિતિએ કહ્યું કે મહુઆ મોઇત્રા વિરુદ્ધ તપાસ નિર્ધારિત સમયની અંદર પૂર્ણ થવી જોઈએ. વાસ્‍તવમાં, મહુઆ મોઇત્રા વિરુદ્ધ રિપોર્ટ રજૂ કરવામાં આવ્‍યો છે અને તેના પર ગળહમાં ભારે હોબાળો થયો છે. ગૃહમાં મહુઆ મોઇત્રાને ગળહમાંથી બહાર કરવાનો પ્રસ્‍તાવ પણ આવી શકે છે. આ દરમિયાન BSP સાંસદ દાનિશ અલીએ નેમહુઆનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે સમિતિએ અઢી મિનિટમાં રિપોર્ટ સ્‍વીકારી લીધો. આ ખોટું છે અને બીજા પક્ષને સાંભળ્‍યા વિના કરવું જોઈએ નહીં. તેમના સિવાય કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ મહુઆ મોઇત્રા પર રજૂ કરાયેલા રિપોર્ટ પર ચર્ચા કરવાનું કહ્યું છે.

(3:28 pm IST)