Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ગુજરાતમાં વિજય બાદ દિલ્હીમાં જશ્ન :પીએમ મોદી ખુશખુશાલ : દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલય પહોંચીને કાર્યકરોને સંબોધિત કર્યાં

ગૃહમંત્રી અમિતભાઈ શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ પાર્ટી મુખ્યાલય પહોંચ્યાં

નવી દિલ્હી : ગુજરાતમાં ભવ્ય જીતનો  દિલ્હીમાં ભાજપનો જશ્ન ઉજવાયાઓ છે, ગુજરાતમાં મળેલી ભવ્ય જીત બાદ પીએમ મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ખૂબ ઉત્સાહિત થયા છે. સાંજના લગભગ 6.15ની આસપાસ ગૃહમંત્રી અમિતભાઈ  શાહ, રાજનાથ સિંહ, જેપી નડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓ પાર્ટી મુખ્યાલય પહોંચ્યાં હતા.

પાર્ટી મુખ્યાલયમાં પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ જેપી નડ્ડા સાથે કાર્યકરોને વિક્ટરી સાઈન દેખાડી હતી. આ દરમિયાન પીએમ મોદી ખૂબ ખુશખુશાલ જણાતા હતા

ગુજરાતમાં ભાજપને મળેલી ભવ્ય જીત બાદ પ્રધાનમંત્રી મોદી સાંજના 6 વાગ્યે દિલ્હી સ્થિત પાર્ટી મુખ્યાલય પહોંચીને કાર્યકરોને સંબોધિત કર્યાં હતા.

 

 https://twitter.com/ANI/status/1600844271778926594

(7:55 pm IST)