Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

કેન્દ્ર સરકાર દ્વારા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક માટે NJACને ફરીથી દાખલ કરવાની કોઈ દરખાસ્ત નથી : સરકાર ફક્ત તે જ વ્યક્તિઓની હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક કરે છે જેની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે:કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ ગુરુવારે રાજ્યસભામાં માહિતી આપી

ન્યુદિલ્હી :કાયદા પ્રધાન ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને સીપીઆઈ નેતા જોન બ્રિટાસ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા હતા કે શું સરકાર યોગ્ય ફેરફારો સાથે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન (NJAC) ને ફરીથી દાખલ કરવાની દરખાસ્ત કરે છે?

"ના સર, હાલમાં આવી કોઈ દરખાસ્ત નથી," જવાબમાં કહેવામાં આવ્યું.
"બંધારણીય અદાલતોના ન્યાયાધીશોની નિમણૂક એ એક્ઝિક્યુટિવ અને ન્યાયતંત્ર વચ્ચેની એક સતત, સંકલિત અને સહયોગી પ્રક્રિયા છે. તેને રાજ્ય અને કેન્દ્ર બંને સ્તરે વિવિધ બંધારણીય સત્તાવાળાઓ પાસેથી પરામર્શ અને મંજૂરીની જરૂર છે. સરકાર ફક્ત તે જ વ્યક્તિઓની હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે નિમણૂક કરે છે. જેની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમ દ્વારા કરવામાં આવી છે.

5 ડિસેમ્બર સુધીમાં, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશની નિમણૂક માટે એક દરખાસ્ત છે અને કૉલેજિયમ દ્વારા ભલામણ મુજબ હાઈકોર્ટના ન્યાયાધીશોની નિમણૂક માટે આઠ દરખાસ્તો છે જે સરકાર પાસે પેન્ડિંગ છે, એમ તેમણે ઉમેર્યું હતું.

વધુમાં કાયદા મંત્રીએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના ન્યાયાધીશોની બદલીની અગિયાર દરખાસ્તો છે, એક મુખ્ય ન્યાયાધીશની બદલીનો એક દરખાસ્ત અને કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની નિમણૂકની એક દરખાસ્ત છે જે સરકારની વિચારણા હેઠળ છે.

"સુપ્રીમ કોર્ટે કોર્ટ કેસની સુનાવણી કરતી વખતે કોલેજિયમ દ્વારા ભલામણ કરાયેલા ન્યાયાધીશોના નામોને સૂચિત કરવામાં વિલંબ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો," તેવું જવાબમાં જણાવ્યું હતું.

છેલ્લા પાંચ વર્ષમાં, સુપ્રીમ કોર્ટ કોલેજિયમની સલાહ પર સરકાર દ્વારા કુલ 256 દરખાસ્તો હાઈકોર્ટમાં મોકલવામાં આવી છે, એમ કાયદા પ્રધાનના જવાબમાં વધુમાં જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં તારીખ પ્રમાણે ખાલી જગ્યાઓની સંખ્યા અંગેના પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રી રિજિજુએ જવાબ આપ્યો કે
 

"5 ડિસેમ્બર, 2022 સુધીમાં, 34 ન્યાયાધીશોની મંજૂર સંખ્યા સામે, 27 ન્યાયાધીશો કામ કરી રહ્યા છે.7 ન્યાયધિશોની જગ્યા ખાલી છે. હાઈકોર્ટમાં, 1,108ની મંજૂર સંખ્યા સામે, 778 ન્યાયાધીશો કામ કરી રહ્યા છે.330 ન્યાયધિશોની જગ્યા ખાલી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:39 pm IST)