Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

સુપ્રીમ કોર્ટે ઉપરાષ્ટ્રપતિને આપ્યો જવાબ: બંધારણ મુજબ સંસદને કાયદો ઘડવાનો અધિકાર છે પરંતુ કોર્ટને તેની ચકાસણી કરવાની સત્તા છે

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે ખાસ કહ્યું કે ભારતના બંધારણમાં નિર્ધારિત યોજના મુજબ, જ્યારે સંસદ પાસે કાયદો ઘડવાની સત્તા છે, ત્યારે આવા કાયદાની ચકાસણી કરવાની સત્તા અદાલતો પાસે છે.

આપણા બંધારણની યોજના માટે અમારી અદાલત કાયદાના અંતિમ મધ્યસ્થી બને તે જરૂરી છે. સંસદને કાયદો ઘડવાનો અધિકાર છે પરંતુ તેની તપાસ કરવાની સત્તા અદાલત પાસે છે. આ અદાલત દ્વારા નિર્ધારિત કાયદાનું પાલન થાય છે, કે કેમ તે જોવાની સત્તા છે.નહીં તો લોકો એવા કાયદાનું પાલન કરશે. જેને તેઓ સાચા માને છે," કોર્ટે કહ્યું

આ અવલોકનો ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનકરના તાજેતરના નિવેદનોના સંદર્ભમાં કરવામાં આવ્યા હતા, જેમણે કહ્યું હતું કે બંધારણીય અદાલતો સંસદ દ્વારા બંધારણમાં કરાયેલા ફેરફારોને રદ કરે છે તે અન્ય લોકશાહીમાં થતું નથી.

કોર્ટે  હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની નિમણૂક કરવાની કોલેજિયમ સિસ્ટમ વિશે ઉપરાષ્ટ્રપતિએ કરેલી ટિપ્પણીના અનુસંધાનમાં સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ અંગે  પ્રતિકૂળ વલણ અપનાવ્યું હતું.
 

ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, વિક્રમ નાથ અને અભય એસ ઓકાની બેન્ચે જણાવ્યું હતું કે ટિપ્પણીઓ સારી રીતે લેવામાં આવી નથી, અને ભારતના એટર્ની જનરલ આર વેંકટરામાણીને "તેમને સલાહ આપવા" (આવા સરકારી કર્મચારીઓને)  કહ્યું છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:14 pm IST)