Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

હિમાચલમાં 'કમળ' કરમાયુ : 'પંજો' ફરી વળ્યો ટ્રેન્ડમાં ૪૦ બેઠક પર કોંગ્રેસ તો ૨૫ પર ભાજપ આગળ

શિમલા તા. ૮ : હિમાચલ પ્રદેશ વિધાનસભા ચુંટણીના શરૃઆતના વલણોમાં બીજેપી અને કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર બાદ કોંગ્રેસને હવે બહુમત મળી ગઇ છે. કોંગ્રેસે હવે બહુમત પ્રાપ્ત કરી લીધું છે. બીજેપીને મોટો ઝટકો લાગ્યો છે. હિમાચલ પ્રદેશમાં બીજેપી ૨૬ અને કોંગ્રેસ ૩૯ સીટો પર આગળ ચાલી રહી છે અને અન્યને ૩ સીટો મળી છે. મત ગણતરી હજુ પણ ચાલુ છે.

આઠ વિધાનસભા ક્ષેત્રોવાળા શિમલા જિલ્લામાં કોંગ્રેસ પક્ષનું પલડું ભારે થતું જોવા મળ્યું છે. પરિણામોમાં કોંગ્રેસ પક્ષ આઠમાંથી સાત સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપીએ એકમાત્ર ચૌપાલ સીટ પર બહુમત મેળવી છે. રામપુર સીટ પર બંને પક્ષ વચ્ચે કાંટે કી ટક્કર ચાલી રહી છે.

હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ બહુમતની સાથે સરકાર રચાશે. પક્ષ ૩૯ સીટો પર આગળ ચાલી રહી છે. બીજેપીને ૨૬ સીટો હાથે આવી છે. અને અન્યને ૩ સીટ મળી છે. હિમાચલ પ્રદેશમાં ૩૫ વર્ષથી એ રિવાજ રહ્યો છે કે દર પાંચ વર્ષમાં પ્રજા સરકાર બદલે છે. આ વખતે પણ એ જ થયું છે. પ્રજાએ બીજેપી પાસેથી સત્તા લઇને કોંગ્રેસને સોંપતી નજરે આવી રહી છે.

કોંગ્રેસ હિમાચલ પ્રદેશમાં પોતાની સરકાર બનાવવા જઈ રહી છે, પરંતુ તે પોતાના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગથી ચિંતિત છે. મળતી માહિતી મુજબ રાજીવ શુકલાને ચંદીગઢ મોકલવામાં આવી રહ્યા છે. બીજી તરફ હિમાચલની ચૂંટણીમાં જીતેલા તમામ ઉમેદવારોને ચંદીગઢ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી ધારાસભ્યોને રાયપુર લઈ જવામાં આવી શકે છે. છત્ત્।ીસગઢના સીએમ અને હિમાચલ પ્રદેશના સુપરવાઈઝર ભૂપેશ બઘેલે કહ્યું છે કે ભાજપ કંઈ પણ કરી શકે છે. જોકે તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ ધારાસભ્યને રાયપુર લઈ જશે નહીં.

હિમાચલમાં ભલે કોંગ્રેસ જીતી રહી છે પરંતુ તેની સાથે એક ડર પણ સતાવી રહ્યો છે. તેમને તેમના ધારાસભ્યો તૂટવાની ચિંતા થવા લાગી છે. છત્ત્।ીસગઢના સીએમ ભૂપેશ બઘેલે કહ્યું- હું હિમાચલ જઈશ કારણ કે ત્યાં એક સુપરવાઈઝર હતો. અમારે અમારા સહયોગીઓને સુરક્ષિત રાખવા પડશે કારણ કે ભાજપ કંઈ પણ કરી શકે છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ કોઈપણ ધારાસભ્યને છત્ત્।ીસગઢ લઈ જશે નહીં.

હિમાચલની ચૂંટણીમાં ભલે કોંગ્રેસ સરકાર બનાવતી હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ જો વોટ શેરની વાત કરીએ તો તાજેતરના આંકડાઓ અનુસાર કોંગ્રેસનો વોટ શેર ૪૩.૬ ટકા અને ભાજપનો ૪૩.૩ ટકા છે. મતલબ કે કોંગ્રેસનો વોટ શેર માત્ર ૦.૩૦ ટકા વધુ છે.

હિમાચલમાં કોંગ્રેસની સરકાર બને તેવી પૂરી શકયતાઓ છે. આ જોતા કોંગ્રેસમાં સરકાર બનાવવા માટે મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અહીં ૩૭ સીટો પર આગળ છે. બીજી તરફ ભાજપ ૨૮ અને અપક્ષો ત્રણ બેઠકો પર આગળ છે.(

(5:09 pm IST)