Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૩૪૭

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૭ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સહકાર

જયારે ચાર્લ્‍સ ડાર્વીન ઉત્‍ક્રાંતીનો સીધ્‍ધાંત લખી રહ્યો હતો જયારે રશીયામાં પ્રીસ કોયોટકીન નામનો વ્‍યકિત તેનાથી વિરૂધ્‍ધ એક સીધ્‍ધાંત લખી રહ્યો હતો. સહકાર દ્વારા ઉત્‍ક્રાંતી

લોકોએ કોપોટકીન વીષે વધારે સાંભળેલું નથી પરંતુ તેનો સીધ્‍ધાંત કાર્વીન કરતા ચડીયાતો છે. તેને સમય લાગશે પણ તે સાબીત થશે.

લડાઇ જીતીને વીકાસ કરવાવાળો વીચાર હિંસક છે તે ખૂબજ એકતરફી વીચાર છે જો તમે જીવનને ફકત ડાર્વીનની નજરથી જોશો કે સૌથી વધારે સ્‍વસ્‍થ હશે તે જ ટકી રહેશે અને સૌથી વધારે સ્‍વસ્‍થ કોણ હશે ? સૌથી વધારે વીનાશકારક અને આક્રમક સ્‍વસ્‍થ હશે તો પછી યોગ્‍યતા અને સ્‍વસ્‍થતાની કોઇ કીમત જ નથી તે માનવીય પણ નથી સૌથી વધારે યોગ્‍ય એ જ છે જે પશુ જેવુ હોય જીસસ બચી ના શકે કારણ કે તે યોગ્‍ય નથી બુધ્‍ધ પણના બચી શકે બંને સૌથી વધારે લાચાર હશે. તો પછી સીકંદર યોગ્‍ય છે હીટલર યોગ્‍ય છે સ્‍ટાલીન યોગ્‍ય છે આ જ લોકો સૌથી વધારે તાકાતવાન છે પછી હિંસા જ બચી શકે પ્રેમ નહી હત્‍યા જ બચી શકે ધ્‍યાન નહી.

ડાર્વીનની કલ્‍પના ખૂબજ અમાનવીય છે જો તમે જંગલમાં જાઓ બધુ જ ડાર્વીનની નજરથી જુઓ તો તમે બધે જ વિધ્‍વંશ દેખાશે એક પ્રજાતી  બીજી પ્રજાતીને મારી રહી છ.ે તે દુઃસ્‍વપ્‍ન જેવું છે અને તમે એ જ જંગલમાં જાઓ અને કોપોટકીનની નજરથી જુઓ તો ત્‍યા ખૂબજ સહકાર જોવા મળશે આ પ્રજાતીઓ એક ગહન સહકારભર્યા વાતાવરણમાં જીવે છે નહીંતર તેઓ બચી જ ના શકે.

હિંસા એક ભાગ હોઇ શકે પરંતુ તે સમગ્ર નથી ઉંડાણમાં સહકાર છે અને જેટલા તમે ઉપર જશો હીંસા ઓછી અને ઓછી થતી જશે અને સહકાર વધતો જશે અને આ જ વીકાસની સીડી છે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(12:04 pm IST)