Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

ભારત અફઘાનિસ્તાનમાં રોકાણ કરે અને નવા શહેરી માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરે:તાલિબાનનું આમંત્રણ

અફઘાનિસ્તાનમાં સત્તા પ્રાપ્ત કર્યાના 15 મહિના પછી પણ ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી

નવી દિલ્હી : ભારત અને અફઘાનિસ્તાનના તાલિબાન વહીવટીતંત્ર વચ્ચેના સંબંધો અત્યાર સુધી અવ્યાખ્યાયિત રહ્યા છે. અફઘાનિસ્તાનમાં સત્તા પ્રાપ્ત કર્યાના 15 મહિના પછી પણ ભારતે તાલિબાન સરકારને માન્યતા આપી નથી.

આ સ્થિતિમાં તાલિબાનનું નિવેદન કે તેઓ ઇચ્છે છે કે ભારત અફઘાનિસ્તાનમાં રોકાણ કરે અને નવા શહેરી માળખાકીય પ્રોજેક્ટ્સ શરૂ કરે.

 રસપ્રદ છે કે અફઘાનિસ્તાનથી આવી રહેલા સમાચારો અનુસાર, તાલિબાને એમ પણ કહ્યું છે કે ભારત અફઘાનિસ્તાનના કેટલાક પ્રાંતોમાં ઓછામાં ઓછા 20 અટકેલા પ્રોજેક્ટ્સને ફરીથી શરૂ કરશે.

ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં હિંસક સત્તા પરિવર્તનના માત્ર બે દિવસ બાદ ભારતે કાબુલમાં પોતાનું દૂતાવાસ બંધ કરી દીધું હતું અને તમામ અધિકારીઓને ભારત પાછા બોલાવ્યા હતા.

આ વર્ષે જૂનમાં ભારતે માનવતાવાદી સહાયનું સરળ વિતરણ સુનિશ્ચિત કરવા માટે કાબુલ ખાતે “તકનીકી મિશન” મોકલ્યું હતું, પરંતુ હજુ સુધી તેનું દૂતાવાસ ફરીથી ખોલવા અંગે કોઈ નિર્ણય લીધો નથી.

(12:00 am IST)