Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મધ્યપ્રદેશમાં અજીબ કેસ :લગ્નમાં દુલ્હનનો મેકઅપ બગડતા બ્યુટિશિયન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

કેસ નોંધાયા બાદ પોલીસે આરોપી બ્યુટીશિયનની શોધખોળ શરૂ કરી દીધી

મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાના કોતવાલી સ્ટેશનમાં અજીબ કેસ સામે આવ્યો છે. લગ્નમાં એક દુલ્હનનો મેકઅપ બગડી જવાના કારણે દુલ્હને બ્યુટીશિયન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કેસ નોંધાયા બાદ પોલીસે આરોપી બ્યુટીશિયનની શોધખોળ શરૂ કરી દીધી છે, જેમણે દુલ્હનનો મેકઅપ કર્યો હતો 

મળતી માહિતી અનુસાર દુલ્હને બ્યુટીશિયન પાસે બ્રાઈડલ મેકઅપ માટે બુકિંગ કરાવ્યુ હતુ. બ્રાઈડલ મેકઅપ માટે 3 ડિસેમ્બરની તારીખ નક્કી કરાઈ અને દુલ્હને એડવાન્સ તરીકે 3500 રૂપિયા પણ ચૂકવ્યા હતા. પરંતુ લગ્નના દિવસે બ્યુટીશિયને પોતે આવવાના બદલે ટ્રેઈની યુવતીઓને મોકલી અને મેકઅપ કરાવી દીધો. દરમિયાન દુલ્હનનો મેકઅપ બગડી ગયો. જ્યારે દુલ્હનના પરિજનોએ બ્યુટીશિયનને ફરિયાદ કરી તો તે વિવાદ પર ઉતરી આવી અને તેણે દુલ્હનના પરિજનોનું અપમાનજનક શબ્દો કહીને અપમાન કર્યુ. જે બાદ પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી.

દુલ્હનના પરિવારનું કહેવુ છે કે ટ્રેઈની યુવતીઓએ એટલો ખરાબ મેકઅપ કર્યો કે તે કોઈને પણ ગમ્યો નહીં. જોકે પોલીસે દુલ્હનની ફરિયાદ પર અમુક કલમ હેઠળ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. સમગ્ર મામલે ફરિયાદને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

(12:29 am IST)