Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

MCD ચૂંટણીમાં જીત બાદ ઉસ્તાહ આસમાને :'રિંકિયા કે પાપા’ ગીત 'આપ' ના કાર્યકરોએ કર્યો જોરદાર ડાન્સ : ભાજપ પર સાધ્યું નિશાન

વીડિયો આમ આદમી પાર્ટીના ઉત્તર પ્રદેશ યુનિટના ટ્વિટર આઈડી પરથી શેર કરાયો :ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે જીતી ગયા’

નવી દિલ્હી :દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. છેલ્લા 15 વર્ષથી દિલ્હી MCD ભારતીય જનતા પાર્ટીના નિયંત્રણમાં હતું. આ જીતને કારણે AAPના નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં AAP કાર્યકર્તાઓ ડાન્સ કરતા જોવા મળે છે. તે બીજેપી સાંસદ મનોજ તિવારીના સુપરહિટ ગીત ‘રિંકિયા કે પાપા’ પર ડાન્સ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મનોજ તિવારીનું ગીત ‘રિંકિયા કે પાપા’ મોટા પડદા પર ચાલી રહ્યું છે. AAP કાર્યકર્તાઓ નાચી રહ્યા છે અને તાળીઓ પાડી રહ્યા છે.

આ વીડિયો આમ આદમી પાર્ટીના ઉત્તર પ્રદેશ યુનિટના ટ્વિટર આઈડી પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે AAP કાર્યકર્તાઓ પાર્ટીની કેપ પહેરીને ડાન્સ કરી રહ્યા છે. ટ્વીટમાં લખ્યું છે કે ‘અમે જીતી ગયા’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું કે મનોજ તિવારી ભાજપ કરતાં AAP માટે વધુ ઉપયોગી છે. તો ત્યાં બીજા યુઝરે લખ્યું કે આ યોગ્ય રસ્તો નથી. ખુશી આ રીતે ઉજવાતી નથી. જણાવી દઈએ કે દિલ્હી MCD ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 250માંથી 134 સીટો જીતી છે. બીજી તરફ ભાજપે 104, કોંગ્રેસે 9 અને અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. .

(10:00 pm IST)