Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૨૦૧૮ થી ૨૦૨૧ના વચ્ચે પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયામાં આપેલી જાહેરાતો પાછળ ૧૭૦૦ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો

જાહેરાતો પાછળ કેટલા કરોડ રૂપિયા ખર્ચે છે મોદી સરકાર? : અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ ૮૨૬.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છેઃસરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતી માટે જાહેરાત પર ખર્ચ ઓછો કર્યો

નવી દિલ્હી, તા.૮: ઓલ ઈન્ડિયા યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ સાંસદ બદરૂદ્દીન અજમલના સવાલનો જવાબ આપતાં સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આપવામાં આવેલી જાહેરાતમાં મુખ્ય એજન્ડા સરકારી નીતિઓ અને યોજનાઓ વિશે તેમના લક્ષિત લાભાર્થીઓને જાગરૂક બનાવવાનો છે. મંત્રાલયના તરફથી જાહેર કરાયેલા ડેટા અનુસાર સરકારે અખબારોમાં આપેલી જાહેરાત પર કુલ ૮૨૬.૫ કરોડ રૂપિયા ખર્ચ કર્યો છે. મંત્રાલયે વધુમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૨૦-૨૧ના વચ્ચે ૬૦૮૫ અલગ-અલગ અખબારોમાં ૧૧૮.૫૯ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી, બીજી બાજુ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ના વચ્ચે ૫૩૬૫ અખબારોમાં ૨૦૦ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૧૮-૧૯ના વચ્ચે ૬૧૧૯ અખબારોની વચ્ચે ૫૦૭.૯ કરોડ રૂપિયાની જાહેરાત આપવામાં આવી હતી. બીજી તરફ ઈલેકટ્રોનિક મીડિયામાં પાછલા ત્રણ વર્ષ દરમિયાન જાહેરાતમાં ૧૯૩.૫૨ કરોડ રૂપિયા આપવામાં આવ્યાં હતાં. આ પહેલા પણ અનુરાગ ઠાકુરે  સંસદમાં જણાવી ચુકયાં છે. સરકારે ટેન્ડર અથવા નોકરીની ભરતી માટે ગેર સંચાર જાહેરાત પર ખર્ચ ઓછો કરી દીધો છે.

(3:49 pm IST)