Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જીએસટી..લક્ષ્યાંક હાંસલ કરવા હવે મોબાઇલ સ્કવોડને દોડાવાશે

લક્ષ્યાંક સામે છ માસમાં ૧૭.૫૧ ટકા જ વસૂલાત

અમદાવાદ, તા.૮: કોરોનાકાળ પૂરો થયા બાદ હવે સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડ દ્વારા કડક કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી હોવાની વિગતો જાણવા મળી છે, કારણ કે કોરોનાના કાળ પછી ચાલુ નાણાકીય વર્ષના છ માસમાં માંડ ૧૭.૫૧ ટકાની જ માસિક વસૂલાત થતી હોવાના કારણે હવેથી કડક વસૂલાત કરવામાં આવનાર છે.

સ્ટેટ જીએસટીની મોબાઇલ સ્કવોડ વિભાગને દર મહિને ૨.૧૦ કરોડની જીએસટી ચોરી પકડી પાડવા માટે લક્ષ્યાંક આપવામાં આવતો હોય છે. જોકે ચાલુ નાણાકીય વર્ષમાં પ્રથમ છ માસમાં ૧૨.૬૦ કરાડના લક્ષ્યાંક સામે હજુ સુધી ૬.૬૨ કરોડની વસૂલાત થઇ છે.

જયારે ઓકટોબર માસમાં ૨૧૦ કરોડના લક્ષ્યાક સામે ૧.૭૨ કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવતા આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે. જોકે મોબાઈલ સ્કવોડ દ્વારા છેલ્લા બે મહિનામાં લકઝરી બસમાં હેરફેર કરવામાં આવતા સામાનનું કડક ચેકિંગ હાથ ધરીને જીએસટી ચોરી કરનારાઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. તેવી જ રીતે હવે ઇ-વે બિલ વિના કાપડનો જથ્થો લઇ જનારાઓને પણ મોટી સંખ્યામાં ઝડપી પાડી લક્ષ્યાંકને હાંસલ કરવાનો પ્રયાસ કરવામાં આવનાર છે.

(12:23 pm IST)