Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

સાઉદી સરકારના પ્રખર ટીકાકાર પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં ફ્રાન્સથી વધુ એક ધરપકડ

અધીકારીઓનાં દોરી સંચારથી હત્યા થયેલ ?

નવી દિલ્હી, તા. ૮ : ઇસ્તાંબુલમાં સાઉદી કોન્સ્યુલેટ ખાતે મૃત અવસ્થામાં મળી આવેલ પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સામેલ હોવાના સંદિગ્ધ સાઉદી અરેબિયાની વ્યકિતની ફ્રાંસમાં ધકપકડ કરાઈ છે.ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટો અનુસાર મંગળવારે સંદિગ્ધ ખાલેદ એધ અલ ઓતૈબીની ચાર્લ્સ - દે- ગોલ એરપોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી.

સંદિગ્ધ તુર્કી દ્વારા ખાશોગીની હત્યા માટે તુર્કી દ્વારા વોન્ટેડ જારી કરાયેલી ૨૬ સાઉદી વ્યકિતઓ પૈકી એક છે. ફ્રેન્ચ મીડિયાના રિપોર્ટો અનુસાર મંગળવારે સંદિગ્ધ ખાલેદ એધ અલ ઓતૈબીની ચાર્લ્સ - દે- ગોલ એરપોર્ટ ખાતે ધરપકડ કરાઈ હતી.આર. ટી. એલ. રેડિયો અનુસાર સંદિગ્ધ ભૂતપૂર્વ સાઉદી રોયલ ગાર્ડ છે. જેઓ પોતાના જ નામથી ટ્રાવેલ કરી રહ્યા હતા. તેમની અટકાયત કરી લેવાઈ છે.

નોંધનીય છે કે પત્રકાર ખાશોગી રિયાધની સરકારના જાણીતા ટીકાકાર હતા. તેમની ઓકટોબર, ૨૦૧૮માં હત્યા કરાઈ હતી.

સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે વોશિંગટન પોસ્ટના ભૂતપૂર્વ પત્રકારની તેમને કિંગડમમાં પાછા ફરવા માટે સમજાવવા ગયેલ એજન્ટ્સની ટીમના એક ઁઅવાંછિત મિશનમાં હત્યા થઈ હતી.

પરંતુ તુર્કીના અધિકારીઓએ કહ્યું હતું કે સાઉદી અરેબિયાની સરકારની ટોચની વ્યકિતઓના હુકમનું જ એજન્ટોએ પાલન કર્યું હતું.એક સમયે ખાશોગી સાઉદી શાહી પરિવારના ખૂબ જ નજીકના હતા અને તેમના સલાહકાર હતા પરંતુ પછી તેમના સંબંધ ખરાબ થઈ ગયા હતા

૫૯ વર્ષના સાઉદી પત્રકાર ઓકટોબર ૨૦૧૮માં ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસની ઓફિસ ગયા હતા જ્યાં તેમને પોતાના વ્યકિતગત દસ્તાવેજ લેવાના હતા. તે દસ્તાવેજોના આધારે તે પોતાની તુર્કીની ફિયાન્સે હતીત જેંગ્ગિઝ સાથે લગ્ન કરી શકે.

(12:21 pm IST)