Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

૨૪ કલાકમાં ૮૪૩૯ નવા કેસઃ ૧૯૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો

દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, ૬૦ ટકાથી વધુ કેસ કેરળમાં

નવી દિલ્હી, તા.૮: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૮૪૩૯ નવા કેસ નોંધાયા છે અને ૧૯૫ સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. ૯૫૨૫ લોકો કોરોના સામે જંગ જીત્યા છે.  દેશમાં કુલ એકિટવ કેસની સંખ્યા  ૯૩૭૩૩ પર પહોંચી છે. રિકવરી રેટ ૯૯ ટકા જેટલો છે, જે માર્ચ ૨૦૨૦ પછી સૌથી વધારે છે. દેશમાં નોંધાયેલા કુલ કૈસ પૈકી કેરળમાં ૫૧૮૦  કેસ નોંધાયા છે અને ૧૩૪ સંક્રમિતોના મોત થયા છે. 

બે દિવસમાં કેટલા કેસ નોંધાયા?

મંગળવારે ૬૮૨૨ નવા કેસ નોંધાયા હતા અને  ૨૨૦  સંક્રમિતોના મોત થયા હતા. સોમવારે ૮૩૦૬ નવા કેસ નોંધાયા હતા અને  ૨૨૧  સંક્રમિતોએ જીવ ગુમાવ્યો હતો. 

દેશમાં કેટલા લોકોનું રસીકરણ થયું?

દેશમાં અત્યાર સુધીમાં ૧૨૯, ૫૪, ૧૯,૯૭૫ લોકોનું રસીકરણ થયું છે. જેમાંથી ૭૩,૬૨,૦૦૦ ડોઝ ગઈકાલે આપવામાં આવ્યા હતા.

કેટલા ટેસ્ટ કરવામાં આવ્યા? ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં ૨૪ કલાકમાં ૧૨,૧૩,૧૩૦  ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોનાની સ્થિતિ

કુલ કેસઃ ૩ કરોડ ૪૬ લાખ ૬૫ હજાર ૯૫૩, કેસ ડિસ્ચાર્જઃ ૩ કરોડ ૪૦ લાખ ૮૯ હજાર ૧૩૭, એકિટવ કેસઃ ૯૩ હજાર૭૩૩ કુલ મૃત્યુઆંકઃ ૪ લાખ ૭૩ હજાર ૯૫૨.

(10:49 am IST)