Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ઓમિક્રોન વેરિએન્ટ ઇંગ્લેન્ડના અનેક વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સફર થયો : સાઝિદ જાવિદ

દુનિયામાં ઝડપથી ફેલાઇ રહ્યો છે ઓમિક્રોનઃ યુકેના સ્વાસ્થ્ય મંત્રીનો સંસદમાં સ્વીકાર :નાઇઝિરીયાના પ્રવાસ પર સરકારે પ્રતિબંધ લગાવ્યો : રસી લીધી હોય કે નહીં પણ પ્રવાસ માટે નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે

લંડન,તા.૭: કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટ દુનિયાના અનેક દેશોમાં ફેલાઈ ચૂકયો છે. હવે લંડનના સ્વાસ્થ્ય મંત્રીએ સોમવારે ત્યાં સંસદે જણાવ્યું કે નવો ઓમિક્રોન વેરિએન્ટ ઈગ્લેન્ડના અનેક વિસ્તારોમાં કમ્યુનિટી ટ્રાન્સફર થઈ ચૂકયો છે. તેમણે જણાવ્યું કે સાઉથ આફ્રીકામાં મળેલા આ વેરિએન્ટને કુલ ૩૩૬ કેસ અહીં હાજર છે. નવા ડેટા મુજબ ઈંગ્લેન્ડમાં આ વેરિએન્ટના કુલ ૨૬૧ કેસ હાજર છે. જયારે સ્કોટલેન્ડમાં ૭૧ અને વેલ્સમાં ૪ કેસ છે.

યુકેના સ્વાસ્થ્ય મંત્રી સાઝિદ જાવિદે કહ્યું કે આમાં એવા કેસ પણ સામેલ છે. જેમણે દેશની બહાર પ્રવાસ નથી કર્યો. એટલા માટે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે હવે ઈંગ્લેન્ડના વિભિન્ન વિસ્તારોમાં આનું કમ્યૂનિટી ટ્રાન્સફર થઈ ચૂકયું છે. તેમણે આગળ કહ્યું કોઈ કસર નથી છોડી રહ્યા. અમારી રણનીતિ છે કે અમે અમારી સુરક્ષાને મજબૂત કરીશું અને કોરોનાની વિરુદ્ઘ પોતાની લડાઈને મજબૂત કરીશુ.

યુકેના સ્વાસ્થ્ય મંત્રીએ હાઉસ ઓફ કોમનને જણાવ્યું કે નાઈજીરિયાને હવે યુકેની રેડ લિસ્ટમાં નાંખવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે નાઈઝિરીયાના પ્રવાસ પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો છે.

સ્વાસ્થ્ય મંત્રી સાઝિદ જાવિદે સંસદે જણાવ્યું કે યુકે હેલ્થ સિકયૂરિટી એજન્સીએ હાલમાં જ પોતાના વૈજ્ઞાનિક વિશલેષણમાં એ જોયું કે ડેલ્ટા વેરિએન્ટની સરખામણીએ ઓમિક્રોનનું ઈન્ફેકશન ઓછું થઈ શકે છે. જો કે તેમણે કહ્યું તે આ સંબધમાં સ્પષ્ટતા નથી કે આ વેરિએન્ટ પર હાજર રસીની કેટલી અસર પડે છે.

યુકેના મંત્રીએ કહ્યું કે મંગળવારથી જોઈ કોઈ પણ પ્રવાસી દેશમાં પ્રવાસ કરે છે અથવા યુકેની રેડ લિસ્ટમાં સામેલ નથી તો પણ તેમને નેગેટિવ પીસીઆર રિપોર્ટ દેખાડવો પડશે. એ પછી તેમણે રસી લીધી હોય કે નહીં.

વિશેષજ્ઞોનું કહેવું છે કે ઓમિક્રોન વેરિએન્ટની સાથે ચિંતા વાળી વાત એ છે કે આ ડેલ્ટા વેરિએન્ટથી વધારે તેજીથી યુકેમાં ફેલાઈ રહ્યો છે.

(12:00 am IST)