Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

ક્રિપ્ટો હોલ્ડર્સને સંપત્તિ જાહેર કરવા ડેડલાઇન આપશે સરકાર:કેપિટલ ગેઇન્સ પણ વસૂલાશે

કેન્દ્ર સરકાર દ્વારા ક્રિપ્ટોકરન્સીઝ પર દેખરેખ રાખવા માટે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર નિમવાની વિચારણા

 

નવી દિલ્હી :દેશમાં ક્રિપ્ટોકરન્સિઝને ટૂંકમાં જ એક ફાઇનાન્શિયલ એસેટ્સ તરીકે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે અને તેથી સત્તાવાળાઓ આમ કરશે.

સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં મોદી સરકાર ક્રિપ્ટોકરન્સી બિલને રજૂ કરવા માટે વિચારી રહી છે. જે ક્રિપ્ટોકરન્સીઝમાં રોકાણ કરનારાઓને નવા નિયમોનું પાલન કરવા માટે તેમની એસેટ્સ જાહેર કરવા માટે ડેડલાઇન આપી શકે છે એમ વર્તુળો જણાવે છે. આ નવા બિલમાં ક્રિપ્ટોકરન્સીઝને બદલે ક્રિપ્ટોએસેટ્સ એ રીતે ઉલ્લેખ કરવામાં આવશે એમ પણ તેઓ નામ નહીં આપવાની શરતે જણાવે છે

આ બિલમાં સેન્ટ્રલ બેંક એટલે કે આરબીઆઈની પોતાની ડિજિટલ કરન્સી ઊભી કરવાની યોજના અંગે પણ કોઈ ઉલ્લેખ કરવામાં નહીં આવે એમ તેઓ ઉમેરે છે. નવા નિયમોનો ભંગ કરનારાઓને રૂ. 20 કરોડ(27 લાખ ડોલર્સ) અથવા 1.5 વર્ષની કેદની સજાની જોગવાઈ હશે એમ વર્તુળો જણાવે છે. સરકાર નાના રોકાણકારોની સુરક્ષા માટે ક્રિપ્ટો એસેટ્સમાં રોકાણ માટે લઘુતમ રકમ પણ નિર્ધારિત કરશે એમ અગાઉ માધ્યમોના અહેવાલોમાં નોંધવામાં આવ્યું છે. આ અંગે જોકે નાણા મંત્રાલયના પ્રતિનિધિએ કોઈ ટિપ્પણી કરી નહોતી.

ગયા સપ્તાહે નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે સરકાર અગાઉના બિલ પર ફ્રીથી કામ કરી રહી છે. જેમાં નવા ડેલપમેન્ટ્સને ધ્યાનમાં રાખીને ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. અગાઉ સરકારે તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સીઝ પર પ્રતિબંધ માટે પ્રસ્તાવ મૂક્યો હતો. તેણીએ ઉમેર્યું હતું કે બિટકોઈનને દેશમાં કરન્સી તરીકે માન્યતા આપવાનો કોઈ પ્રસ્તાવ નથી. દેશમાં જૂન 2021 સુધીમાં ક્રિપ્ટો માર્કેટ 641 ટકા જેટલી વૃદ્ધિ દર્શાવતું હતું એમ ક્રિપ્ટો-એનાલિસિસ ફર્મ ચાઈનાલિસિસ જણાવે છે.

સરકાર હવે ડિજિટલ કરન્સીઝમાંથી થયેલા લાભ પર ટેક્સ વસૂલવાનું વિચારી રહી છે. હાલમાં ક્રિપ્ટો ટ્રેડિંગ સંપૂર્ણપણે અનરેગ્યુલેટેડ હોવાથી સરકાર તેના પર સખત નિયમો લાગુ પાડવાનો ઇરાદો પણ ધરાવે છે. ચાલુ મહિનાની શરૂઆતમાં મોદી સરકારે ડિજિટલ કરન્સી અંગે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં અનરેગ્યુલેટેડ ક્રિપ્ટો માર્કેટ્સ મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ માટેની છૂટ આપી શકે નહિ તેને લઈને ચર્ચા થઈ હતી.

(1:10 am IST)