Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

કાલે કોંગ્રેસ સંસદીય દળની બેઠક:પક્ષના તમામ સાંસદો ભાગ લેશે: સોનિયા ગાંધી સંબોધન કરશે

કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના આદેશ મામલે ચર્ચા કરશે

નવી દિલ્હી : કાલે બુધવારે સંસદમાં કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાશે. પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી આ બેઠકને સંબોધિત કરશે. બેઠકની શરૂઆત સંસદના સેન્ટ્રલ હોલમાં સવારે 9.30 કલાકે થશે. જેમાં કોંગ્રેસ પાર્ટીના તમામ લોકસભા અને રાજ્યસભા સાંસદો ભાગ લેશે.

સૂત્રોએ જણાવ્યું કે આ બેઠકમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ હાજર રહેશે. કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષના 12 સાંસદોને વર્તમાનમાં ચાલી રહેલા શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવાના આદેશને રદ કરવાની માંગ કરી રહ્યા છે. આ સાંસદો સામે અનુશાસનહીનતા બદલ કાર્યવાહી કરવામાં આવી છે.

આ પહેલા એનસીપીના સુપ્રીમો શરદ પવાર શનિવારે દિલ્હીમાં વડા પ્રધાન મોદીને મળ્યા. મહારાષ્ટ્ર ના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ શરદ પવાર ની મુલાકાતે ગયા હોવાની જાણકારી મળે છે. છેલ્લા બે દિવસ થી ફડણવીસ નવી દિલ્હીમાં પગ જમાવી બેઠા હોવાનું જાણવા મળે છે. નોંધનીય વાત છે કે, બે દિવસ પહેલા કેન્દ્રીય પ્રધાન પિયુષ ગોયલ શરદ પવારને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. તે પછી, શરદ પવારે ગઈકાલે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી.

(12:58 am IST)