Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

યુપીમાં કોરોનાના નવા વેરિયન્ટ અંગે એલર્ટ : બહારથી આવનારા સર્વેની સંપૂર્ણ તપાસ થશે

ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની સીમા ઉપર ચોકસાઈપૂર્વક તપાસ કરવાની વ્યવસ્થા વધારી દીધી

લખનૌ : દેશમાં કોરોનાના નવા વેરિયન્ટનો ફેલાવો વધી રહ્યો હોવાના અહેવાલોને પગલે ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યની સીમા ઉપર ચોકસાઈપૂર્વક તપાસ કરવાની વ્યવસ્થા વધારી દીધી છે.

વિશેષત: બહારના રાજ્યોમાંથી આવનારાઓ ઉપર તીવ્ર નજર રખાઈ રહી છે અને તે સર્વેની પૂરી તપાસ પછી જ રાજ્યમાં પ્રવેશ કરવાની અનુમતિ અપાય છે. સાથે જરા પણ સંદિગ્ધ લાગતી વ્યક્તિની તત્કાળ સારવાર માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમનો કોવિડ- પ્રોટોકોલ નીચે ઇલાજ કરવામાં આવે છે. રાજ્યમાં આરટીપીસીઆર પ્રમાણે તપાસ કરવાની ક્ષમતા વધારવામાં આવી છે અને હવે, જીનોમ- સિકવન્સિંગની પણ ગતિ વધારવાની તૈયારીઓ થઈ રહી છે. મુખ્યમંત્રી યોગીએ પીજીઆઇ, કેજીએફમાં જીનોમ પરીક્ષણ ઝડપી કરવા આદેશ આપી દીધા છે.

કોરોનાના પહેલા મોજા દરમિયાન ઉત્તર પ્રદેશમાં તપાસ માટેની આધુનિક સુવિધાઓ ઘણી જ સીમિત હતી પરંતુ હવે રાજ્યમાં રોજના અઢી લાખ સેમ્પલોની તપાસ કરવાની ક્ષમતા છે. તમામ જિલ્લાઓમા બીએસએલ-૨ લેબ ખોલવામાં આવી છે. તેમના બીએચયુ, સીડીઆરઆઇ, આઇજીઆઇપી, રામમનોહર લોહિયા ઇન્સ્ટીટયૂટ એનબીઆરઆઇમાં નવા વેરિયન્ટ માટે પણ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. લખનૌમાં, એનબીઆરઇ ઇન્સ્ટીટયૂટ કોરોનાના પહેલા મોજા પછી તુર્ત જ વેરિઅન્ટની તપાસ શરૂ કરાઈ છે. તેમાં ૪૫ સેમ્પલોની તપાસ કરાઈ છે.

હવે ત્રીજા મોજાની પણ સંભાવના જોતાં કેજીએમયુ સીડીઆર ઇન્સ્ટીટયૂટ તથા આઇજીઆઇબીના, નવા વેરિયન્ટના જીનોમના પરીક્ષણની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યની આરોગ્ય વિભાગના ડીરેક્ટર જનરલ ડો. વેદવ્રત સિંહના જણાવ્યા પ્રમાણે કર્ણાટક અને હૈદરાબાદમાં પણ મળી આવેલા નવા વેરિએન્ટથી દેશમાં સૌથી વધુ વસતી ધરાવતા આ રાજ્યમાં સતર્કતા વધારી દેવામાં આવી છે.

(12:18 am IST)