Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના 10 નવા કેસ નોંધાયા : તંત્રમાં દોડધામ

એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરાયા

મુંબઈ :મહારાષ્ટ્રના પુણે શહેરમાં ઓમિક્રોનના વધુ દસ નવા કેસ નોંધાયા છે. પૂણેના એક ટોચના અધિકારીએ માહિતી આપી હતી કે એરપોર્ટ પર લગભગ 30 હજાર મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આમાંથી દસ લોકોનો ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અગાઉ સોમવારે મુંબઈમાં ઓમિક્રોન વેરિઅન્ટના બે કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં આ પ્રકારથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા હવે વધીને 20 થઈ ગઈ છે. દેશમાં ઓમિક્રોનથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા 33 થઈ ગઈ છે.

 આ દરમિયાન, મહારાષ્ટ્ર સરકારના મંત્રી અસલમ શેખે જણાવ્યું કે મુંબઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. બહારથી આવતા લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે કોવિડ સેન્ટર તૈયાર કરવામાં આવ્યા છે. અહીં 20 હોટલ પણ છે જ્યાં તેઓ રહી શકે છે. તમામ હોસ્પિટલો અને કોવિડ કેન્દ્રોમાં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

(9:03 pm IST)