Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

FPI દ્વારા ૨૪૪ કરોડ ખેંચી લેવાયા : રિપોર્ટમાં દાવો થયો

ઇક્વિટીમાંથી ૧૬૬૮.૮ કરોડ ખેંચી લેવાયા : ડેબ્ટ માર્કેટમાં રૂપિયા ૧૪૨૪.૬ કરોડનું કરાયેલુ રોકાણ

નવીદિલ્હી, તા.૮ : વિદેશી મુડીરોકાણકારોએ ડિસેમ્બર મહિનામાં હજુ સુધી વેચવાલીનુ વલણ અપનાવ્યુ છે. વિદેશી રોકાણકારોએ આર્થિક સુસ્તી વચ્ચે સાવચેતીના વલણના ભાગરૂપે મુડી માર્કેટમાંથી ૨૪૪ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ડિપોઝીટરીના આંકડા મુજબ વિદેશી રોકાણકારોએ ઇક્વિટીમાંથી ૧૬૬૮.૮ કરોડ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. જ્યારે ડેબ્ટ સેગ્મેન્ટમાં નેટ આધાર પર ૧૪૨૪.૬ કરોડ રૂપિયા ઉમેરી દીધા છે. જેથી કુલ રોકાણનો આંકડો ૨૪૪.૨ કરોડનો રહ્યો છે.  એફપીઆઈ દ્વારા નવેમ્બરમાં ઇક્વિટીમાં ૨૫૨૩૦ કરોડ રૂપિયાની રકમ ઠાલવી દીધી હતી.  જો કે, ડેબ્ટના સેગ્મેન્ટમાંથી આ ગાળા દરમિયાન ૨૩૫૮.૨ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. આની સાથે જ કુલ રોકાણનો

આંકડો નવેમ્બર મહિનામાં એફપીઆઈ દ્વારા ૨૨૮૭૧.૮ આઠ કરોડ રહ્યો  હતો. એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ અને ઓક્ટોબરમાં પણ રોકાણ કર્યું હતું. એફપીઆઈ દ્વારા અગાઉના બે મહિનામાં પણ લેવાલી હાથ ધરવામાં આવી હતી.  આ પહેલા ઓક્ટોબર મહિનામાં એફપીઆઈ દ્વારા ૧૬૪૬૪.૬ કરોડ રૂપિયા રોકવામાં આવ્યા હતા જ્યારે સપ્ટેમ્બર મહિનામાં તેઓએ ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવ્યા હતા. આ પહેલા એફપીઆઈ દ્વારા ઇક્વિટી અને ડેબ્ટ માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં ૬૫૫૭.૮ કરોડ રૂપિયા ઠાલવી દેવામાં આવ્યા હતા. વૈશ્વિક મોરચા પર અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોરની સ્થિતિ હળવી બની રહી છે જેના લીધે વૈશ્વિક મૂડીરોકાણકારોમાં જોખમ લેનાર લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.જાણકાર લોકોનું કહેવું છે કે, સુપરરિચ સરચાર્જને નાબૂદ કરવા, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો કરવા અને બેંકોમાં નાણાં ઠાલવવાની કેન્દ્ર સરકારની નીતિના પરિણામ સ્વરુપે અર્થતંત્રમાં તેજી આવવાના સંકેત દેખાઈ રહ્યા છે. સરકાર દ્વારા ઇક્વિટી મૂડીરોકાણ ઉપર હાલમાં ટેક્સ માળખાની સમીક્ષા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. આ તમામ પગલાની તરત અસર દેખાશે નહીં પરંતુ લાંબા ગાળે આ તમામ પગલાઓની અસર દેખાશે. છેલ્લા થોડાક મહિનાઓમાં મૂડી પ્રવાહમાં સતત ઉતારચઢાવની સ્થિતિ જોવા મળી રહી છે.

એફપીઆઈની સ્થિતિ

નવીદિલ્હી, તા.૮ : એફપીઆઈએ ભારતીય મૂડી માર્કેટમાંથી ૨૦૧૮માં ૮૩૦૦૦ કરોડ પાછા ખેંચી લીધા હતા. છેલ્લા કેટલાક વર્ષમાં મૂડી માર્કેટમાં એફપીઆઈનું વલણ નીચે મુજબ રહ્યું છે.

વર્ષ............................................................ આંકડા

૨૦૧૮............................... ૮૩૧૪૬ કરોડ ખેંચાયા

૨૦૧૭............................. ૫૧૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૬............................. ૨૦૫૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૫............................. ૧૭૮૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૪............................. ૯૭૦૦૦ કરોડ ઠલવાયા

૨૦૧૩......................... ૧.૧૩ લાખ કરોડ ઠલવાયા

૨૦૧૨......................... ૧.૨૮ લાખ કરોડ ઠલવાયા

(7:49 pm IST)