Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ટોચની ૧૦ કંપની પૈકીની ૫ કંપનીની મૂડીમાં વધારો થયો

ટીસીએસની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો : માર્કેટ મુડીની દ્રષ્ટિએ આરઆઈએલ પ્રથમ ક્રમાંક ઉપર

મુંબઈ, તા. ૮ : છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ટોપની દસ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મુડીમાં સંયુક્ત રીતે ૫૬૮૭૭.૧૨ કરોડનો વધારો થયો છે. છેલ્લા સપ્તાહમાં ટીસીએસની માર્કેટ મુડીમાં સૌથી વધારે વધારો થયો છે. તેની માર્કેટ મુડી હવે વધીનવે ૭૯૬૬૧૨.૫૧ કરોડ થઇ ગઇ છે. તેની માર્કેટ મુડીમાં છેલ્લા સપ્તાહમાં ૨૬૩૬૦. ૫ કરોડનો વધારો થયો છે. રિલાયન્સની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે. રિલાયન્સની માર્કેટ મુડીમાં ૨૫૬૭.૩૬ કરોડનો વધારો થતા તેની માર્કેટ મુડી વધીને ૯૮૫૭૦૭.૫૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આવી જ રીતે કોટક મહિન્દ્રા બેંકની માર્કેટ મુડીમાં પણ ૧૧૪૪૩.૫૧ કરોડનો વધારો થયો છે. જેથી તેની માર્કેટ મુડી હવે વધીને ૩૧૯૮૬૪.૨૬ કરોડ થઇ ગઇ છે. ઇન્ફોસીસ અને આઇસીઆઇસીઆઇની માર્કેટ મુડીમાં પણ વધારો થયો છે. રિલાયન્સ માર્કેટ મુડીની દ્રષ્ટિએ હજુ પ્રથમ સ્થાન પર છે. જ્યારે ટીસીએસ બીજા સ્થાન પર છે.

             પાંચ કંપનીઓની માર્કેટ મુડીમાં ઘટાડો પણ થયો છે જેમાં એસબીઆઇની માર્કેટ મુડીમાં સૌથી વધારે ઘટાડો થયો છે. તેની માર્કેટ મુડી ૧૯૬૭૮.૮ કરોડનો ઘટાડો થયો છે. શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન સેંસેક્સમાં ૩૪૯ પોઇન્ટનો ઘટાડો થયો હતો. શેરબજારમાં હાલમાં જોરદાર પ્રવાહી સ્થિતિ જોવા મળી રહી છે. જેના કારણે મુડીરોકાણકારો સાવધાનીપૂર્વકનું વલણ અપનાવી રહ્યા છે. છેલ્લા સપ્તાહમાં આઈટીસી, એચયુએલની માર્કેટ મુડીમાં પણ ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. કેટલીક કંપનીઓની માર્કેટ મુડીમાં વધારો થયો છે. આરઆઈએલની માર્કેટ મુડી હાલમાં ૧૦ લાખ કરોડના આંકડા સુધી પહોંચી ગઈ હતી પરંતુ હાલમાં તેની માર્કેટ મુડી ૧૦ લાખ કરોડના આંકડાથી સહેજમાં ઓછી થયેલી છે.

માર્કેટ મૂડીમાં ઘટાડો.....

મુંબઈ,તા.૮ : શેરબજારમાં છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન ટોચની ૧૦ કંપનીઓ પૈકીની પાંચ કંપનીઓની માર્કેટ મૂડીમાં ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન એસબીઆઈની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર ઘટાડો નોંધાઈ ગયો છે.

કંપની

માર્કેટ મૂડીમાં ઘટાડો

કુલ માર્કેટ મૂડી

એસબીઆઈ

૧૯૬૭૮.૦૮

૨૮૫૪૦૯.૦૮

એચડીએફસી બેંક

૧૫૩૫૯

૬૮૨૩૬૭.૭૩

એચડીએફસી

૫૫૨૧.૬૭

૩૯૧૨૬૯.૭૨

આઈટીસી

૩૭૪૮.૨૪

૨૯૮૯૯૮.૭૬

એચયુએલ

૨૨૯૪.૦૭

૪૩૮૪૮૨.૬૮

નોંધ : તમામ આંકડા કરોડમાં છે.

(7:48 pm IST)