Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મેક્સિકોમાં રાષ્ટ્રપતિના ઘર પાસે ફાયરીંગમાં ૩ શખ્‍સોના મોત

મેક્સીકો : મેક્સિકોમાં રાષ્ટ્રપતિ નિવાસ બહાર શનિવારે, 4 સંદિગ્ધ લોકોને ગોળી મારી, મારી નખાયા. આ ગોળીબાર માં 5 વ્યક્તિઓને ગોળી લાગી હતી, જેમાંના 3ની મૃત્યુ થઇ ગઈ છે.

મિડિયા રીપોર્ટના જણાવ્યા પ્રમાણે, એક સંદિગ્ધ વ્યક્તિ રાષ્ટ્રપતિ નિવાસ નજીકના, એક બિલ્ડીંગમાં ઘુસી ગયો. તે વ્યક્તિએ લઘુશંકા માટે ગયાની વાત જણાવી હતી. તે બિલ્ડીંગના લોકોએ કોઈ અજાણ્યા વ્યક્તિને જોઇને, તેનો વિરોધ કર્યો. જેમાં બંને પક્ષે તુ-તુ મૈ-મૈ થઇ ગઈ. આ બધામાં તે સંદિગ્ધ વ્યક્તિએ પિસ્તોલ કાઢી, અંધાધુંધ ગોળીઓ વરસાવવાનુ શરુ કર્યું. જેમાં 5 લોકોને ગોળીઓ વાગી. જેમાંના ત્રણની મૃત્યુ થઇ ગઈ. ગોળીઓના અવાજ થી પોલીસ ત્યાં પહોંચી, અને હમલાવરને ઢેર કરી દીધો. આ હુમલાવર કોણ હતો, તેની ખબર હજી નથી પડી.

(3:27 pm IST)