Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

જેલમાં બંધ કેદીઓ જો ગૌસેવા કરે છે તો તેની ગુન્‍હાહીત માનસીકતા ઘટી જાય છે. મોહન ભાગવતનું મંતવ્‍ય

 નવી દિલ્હી: સંઘ પ્રમુખ મોહન ભાગવતે શનિવારે જણાવ્યું છે કે, જેલમાં કેદીઓ દ્વારા ગાયની સેવા કરવાથી તેમની ગુનાહિત માનસિકતામાં ઘટાડો થાય છે. ભાગવતે ગૌ-વિજ્ઞાન સંશોધન સંસ્થાન દ્વારા આયોજીત સમારોહમાં આ વાત જણાવી હતી. આ સંસ્થાન સંપૂર્ણ રીતે ગૌ-વિજ્ઞાનને સમર્પિત છે.

તેમણે જણાવ્યું હતું કે, જેલમાં ગાયો માટે આશ્રય સ્થળ બનાવવામાં આવ્યા અને કેદીઓએ ગાયના પાલન-પોષણનું કામ શરૂ કર્યું હતું. ત્યારબાદ અધિકારીઓને જાણવા મળ્યું કે, કેદીઓની ગુનાહિત માનસિકતામાં ઘટાડો થયો.

ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, ગાય આપણી માતા છે. ગાય પશુ, પક્ષીઓની સાથે-સાથે માણસોને પણ પોષિત કરે છે. તમામ બિમારીઓથી પણ રક્ષણ પૂરું પાડે છે. સમગ્ર સમાજે ગાયને સુરક્ષિત કરવા માટે આગળ આવવાની જરૂર છે.

(12:29 pm IST)
  • હૈદરાબાદના રેપ-હત્યાના આરોપીના એન્કાઉન્ટરની સીટ કરશે તપાસ : આઠ સભ્યોની બનાવાઈ ટીમ : રચ્ચાકોન્ડાના કમિશનર મહેશ ભાગવતના નેતૃત્વમાં ટીમ એન્કાઉન્ટરના દરેક પાસાની કરશે તપાસ access_time 12:42 am IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપનું સ્લોગન 'અબકી બાર 3 પાર' રહેશે( ભાજપ પાસે અત્યારે ૪ બેઠક છે), જ્યારે "આપ"નું સ્લોગન 'અબકી બાર 67 પાર access_time 10:00 pm IST

  • યુપીમાં અનોખા લગ્નવિચ્છેદ : મુખ્યમંત્રી વિવાહ યોજનામાં થયા હતા નિકાહ : વિદાય માટે ધામધૂમપૂર્વ જાન લાવવા મામલે કન્યાપક્ષ ઉશ્કેરાયો : બંને પક્ષ વચ્ચે મારામારી : કન્યાપક્ષે લગ્ન તોડી નાખ્યા : ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લાની ઘટના : કન્યાપક્ષે વિદાય માટે ધામધૂમથી જાન લઇ આવવા કર્યો આગ્રહ : વરપક્ષે કહ્યું કે એકવાર મુખ્યમંત્રી વિવાહ યોજનામાં લગ્ન થઇ ગયા હવે વિદાય માટે બીજીવાર ધામધૂમપૂર્વક જાન લઈને કેમ આવીએ : બંને પક્ષે સહમતી નહીં બનતા લગ્ન તોડી નાખ્યા access_time 12:42 am IST