Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દિલ્‍લી પોલીસના સકંજામાં આવ્‍યા બે અઠંગ કરોડપતિ ઉઠાવગીરો ચોરીની ઘટનામાં સામેલ બંને પાસેથી રૂ. ર૭ લાખ રોકડા એક કરોડનું સોનું જપ્‍ત કર્યુઃ પ૩ માસ્‍ટર કી ચાવીઓ પણ મળી આવી છેઃ બંને ચોરબાજોએ રૂ. ૪૭ લાખ અને ૬પ લાખના તો મકાનો ખરીદયા હતા.

નવી દિલ્હી: દિલ્હી પોલીસે 2 એવા કરોડપતિ ચોર ભાઇઓની જોડીની ધરપકડ કરી છે જેને ઇસ્ટ દિલ્હીમાં ગત કેટલાક સમયથી ચોરીની ઘટનાઓથી આતંક મચાવ્યો હતો. આરોપીઓની ઓળખ કય્યૂમ (30) અને અય્યૂબ (40)ના રૂપમાં કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ રૂપિયા કેશ અને એક કરોડ રૂપિયાનું સોનું (2.25 કિલોગ્રામ), 53 માસ્ટર કી, લાખોનો સામાન જપ્ત કર્યો છે. આરોપીઓને ચોરીના માલથી કબીર નગરમાં 47 લાખ અને યમુના વિહારમાં 65 લાખ રૂપિયાના બે મકાન ખરીદ્યા હતા.

 

પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 64 કેસ ઉકેલવાનો દાવો કર્યો હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ગત કેટલાક મહિનાઓમાં આરોપી યમુનાપારમાં 100થી વધુ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. આરોપીઓ બધી ઘટનાઓને ધોળેદહાડે અંજામ આપતા હતા.

 

ઇસ્ટ દિલ્હીના ડીસીપી જસમીત સિંહે જણાવ્યું કે ગત કેટલાક દિવસોથી વિસ્તારોમાં ધોળેદહાળે ચોરીની ઘટનાઓ થતી રહી હતી. ઘણા કેસમાં પોલીસના હાથ સીસીટીવી ફૂટેજ લાગી, જેમાં આરોપી સ્પષ્ટ દેખાતા હતા, પરંતુ ઓળખ થતી નથી. લોકલ પોલીસ ઉપરાંત ડિસ્ક્ટ્રીક્ટના સ્પેશિયલ સ્ટાફની ટીમને તપાસ કરવામાં આવી. તપાસ બાદ શુક્રવારે મળેલી ઘટનાઓમાં સામેલ આરોપી કડકડડૂમા કોર્ટ પાસે આવનારી છે. સૂચના બાદ પોલીસની ટીમે બંને આરોપી કય્યૂમ અને અય્યૂબને દબોચી લીધા. બંને નંદ નગરી વિસ્તારના રહેવાસી છે.

બાળપણમાં અભ્યાસ છોડીને કય્યૂમે ચોરીની ઘટનાને અંજામ આપવાનું શરૂ કરી દીધું હતું. આરોપી ચોરી કરવામાં માહિર છે, તે દિવસે ચોરીની ઘટનાઓ અંજામ આપે છે. ઘટનાઓને ફક્ત યમુનાપાર વિસ્તારમાં જ અંજામ આપવામાં આવે છે. કય્યૂમ ઘટનાને અંજામ આપતાં પહેલાં પડોશી સાથે ચૂપચાપ કરી ટાર્ગેટવાળા મકાનમાં ઘૂસી જતા હતા. અય્યૂબ ઘટનાસ્થળ પર ઉભો રહીને ત્યાં નજર રાખતો હતો. ખતરો લાગતાં તે કય્યૂમને ખબર આપી દેતો હતો. મોટાભાગના કેસમાં કય્યૂમ માસ્ટર કી વડે ઘરનું તાળુ ખોલી દેતો હતો. તાળુ ન ખોલતા અય્યૂબની મદદ વડે તોડી તોડી દેવામાં આવતું હતું.

 

કય્યૂમ અને અય્યૂબે ચોરીના માલથી કરોડોની સંપત્તિ બનાવી લીધી છે. કબીરન નગર અને યમુના વિહારમાં આરોપીએ ગત થોડા દિવસો પહેલાં બે મકાન ખરીદ્યા હતા. આ મકાનોમાં કામ કરાવીને બંને ભાઇઓએ ઘરમાં ઇલેક્ટ્રિક સામાન ખરીદીને રાખ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 27 લાખ કેશ, 2.25 કિલો સોનું, 405 ગ્રામ ચાંદી, 11 ઘડિયાળો, સાત મોબાઇલ ફોન, 53 માસ્ટર કી અને ભારે માત્રામાં ઇલેક્ટ્રિક સામાન મળી આવ્યો છે. બંનેની પ્રોપટીની પોલીસ તપાસ કરી રહી છે.

(12:29 pm IST)
  • દિલ્હી મેટ્રોમાં ફરીવાર વધુ એક કપલનો કિસિંગ વિડિઓ વાયરલ : દિલ્હી મેટ્રોમાં વખતો વખત આવા દ્રશ્યો સર્જાતા સોશ્યલ મીડિયામાં તરેહ તરેહની કોમેન્ટોની વણઝાર : કેટલાક યુઝર્સએ આવા કપલ માટે મેટ્રોમાં અલગથી કેબીન ફાળવવા પણ મુખ્યમંત્રીને અપીલ કરી નાખી access_time 12:41 am IST

  • વાગડમાં ફરી ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો :ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર આંચકાનું નોંધાયું કેન્દ્રબિંદુ: પરોઢે સવા ૩ વાગ્યાના અરસામાં ધ્રુજી ભચાઉ આસપાસની ધરા access_time 10:58 pm IST

  • ભાજપના પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ સામે પાલનપુરમાં પ્લોટ પચાવી પાડવા ફરીયાદ : ગુજરાત - ભાજપના સભ્ય અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પ્રજાપતિ સામે પાલનપુરમાં પ્લોટ પચાવી પાડવા ફરીયાદ થયાનું બહાર આવેલ છે. આ પ્લોટ અંગે તેના માલીકે જાણ થતા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. access_time 3:47 pm IST