Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

મહારાષ્‍ટ્રમાં સરકાર બનાવવા પ્રશ્‍ને એમસીપીના અજીત પવાર સાથે સરકાર બનાવવા શપથ લેવા બાબતે સ્‍પષ્‍ટતા કરતા દેવન્‍દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે 23 નવેમ્બરે અચાનક એનસીપી નેતા અજીત પવાર સાથે સપથ ગ્રહણ કરવાના ઘટનાક્રમને લઈને મૌન તોડ્યું છે. અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસે શપથ લીધાના ત્રણ જ દિવસ બાદ પદ પરથી રાજીનામા આપી દીધા હતાં.

બહુમતિ સાબિત કરવી મુશ્કેલ જણાતા જ ફ્લોર ટેસ્ટ પહેલા જ બંનેએ પોતાના રાજીનામા આપી દીધા હતાં. ત્યાર બાદ એનસીપી-કોંગ્રેસ અને શિવસેના મળીને ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વમાં સરકાર સરી હતી.

દેવેન્દ્ર ફડણવીસે આખા ઘટનાક્રમને લઈને ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું હતું કે, અજીત પવારે તેમણે એનસીપીના તમામ 54 ધારાસ્ભ્યોના સમર્થનનો ભરોસો આપ્યો હતો. ફડણવીસે તો એમ પણ કહ્યું હતું કે, અજીત પાવરે એનસીપીના કેટલાક ધારાસભ્યોની તો મારી સાથે વાત પણ કરાવી હતી. આ ધારાસભ્યોએ ભાજપ સાથે જવા માંગતા હતાં. આ ધારાસભ્યોએ એમ પણ કહ્યું હતું કે, તેમણે શરદ પવાર સાથે આ મામલે વાતચીત પણ કરી લીધી છે.

ફડણવીસે ઉમેર્યું હતું કે, અજીત પવારે સામે ચાલીને અમારો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે, એનસીપી કોંગ્રેસ સાથે નથી જવા માંગતી. ત્રણેય પાર્ટીઓની સરકાર ના ચલાવી શકાય. અમે સ્થિર સરકાર માટે ભાજપ સાથે જવા તૈયાર છીએ.

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો છે કે, તેમનો આ દાવ ઉંધો વળી ગયો હતો. સાથે જ તેમણે મમરો મુકતા કહ્યું હતું કે, સરકાર રચવાની અને રાજીનામા આપવાના આખા રાજકીય ઘટનાક્રમ અને પડદા પાછળની કહાની આગામી થોડા દિવસોમાં જ સામે આવી જશે.

(12:09 pm IST)