Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

પાક વિદેશમંત્રીની ફિલસુકી!! પાકિસ્‍તાનના ધૈર્ય અને સમજદારીથી ભારત પાકિસ્‍તાન યુદ્ધ ટળ્યું

જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સરકારની ચૌધરી બનવાની આદત હજુ ભૂલાઈ નથી. પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દુનિયાભરમાં ફરી ફરીને ચૌધરી બની રહ્યા હતા. તેમાં તેમને કોઈ સફળતા ના મળી, તો હવે પાકિસ્તાનના વિદેશ મંત્રી મેહમૂદ કુરેશીએ ચૌધરી બનવાનો મોરચો સંભાળી લીધો છે.

જણાવી દઈએ કે, શાહ મેહમૂદ કુરેશીએ પાકિસ્તાનમાં નિયુક્ત યુરોપીય દેશોના રાજનેતાઓ સાથે મુલાકાતમાં કાશ્મીર મુદ્દે રોદણા રડ્યા. ત્યારબાદ એવું કહી દીધું કે, આ તો પાકિસ્તાનનું ધૈર્ય અને તેની સમજદારી છે કે, જેણે ક્ષેત્રને અત્યારસુધી યુદ્ધથી બચાવી રાખ્યું છે, નહીં તો ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા ઈચ્છતું હતું.

 કુરેશીએ ગુરુવારે યુરોપીય રાજદૂતોના સન્માનમાં બપોરે ભોજનનું આયોજન કર્યું હતું. ત્યારબાદ તેમણે ભારત વિરુદ્ધ ખૂબ જ ઝેર ઓક્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, ભારતે કાશ્મીરમાં હદ પાર કરી દીધી છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આરોપ લગાવ્યો છે કે, ભારતે ક્ષેત્રને યુદ્ધમાં ઉતારવામાં કોઈ કસર નથી છોડી અને કાશ્મીરમાં ઝુલ્મોની તમામ હદો પાર કરી દીધી છે. તેમણે લુખ્ખી ધમકી આપતા કહ્યું કે, ભારત દ્વારા કાશ્મીરને પોતાનામાં ભેળવવાના પરિણામો તેણે ભોગવવા પડશે.

આ ઉપરાંત, તેમણે આરોપ લગાવ્યા હતા કે, ભારત દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાંઓને કારણે આગળ જતા માનવાધિકારોની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે. તેમજ કાશ્મીરમાં એક તરફી નિર્ણય લેવા એ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોની વિરુદ્ધ છે.

(12:07 pm IST)