Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

નિફ્ટ ટ્રાન્ઝિક્શન સર્વિસ ૧૬મીથી ૨૪ કલાક હશે

લોકોને મોટી રાહત મળશે

નવીદિલ્હી, તા. ૭ : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ડિજિટલ ટ્રાન્ઝિક્શનને પ્રોત્સાહન આપવા માટે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફરને ૧૬મી ડિસેમ્બરથી ૨૪ કલાક કરી દેવાની જાહેરાત કરી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક નિવેદનજારી કરીને કહ્યું છે કે, હવે એનઈએફટી હેઠળ ટ્રાન્ઝિક્શનની સુવિધા રજા સહિત સપ્તાહના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે. સામાન્યરીતે હાલમાં આ સુવિધા સવારે આઠ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી મળે છે. પ્રથમ અને ત્રીજા શનિવારે આ સુવિધા સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યા સુધી મળે છે. હવે આ સુવિધા ૨૪ કલાક કરવામાં આવનાર છે. રિઝર્વ બેંકે તમામ સભ્ય બેંકોને રેગ્યુલેટરની પાસે ચાલુ ખાતામાં દર સમયે પુરતી રકમ રાખવા માટે કહ્યું છે. નિફ્ટ ટ્રાન્જિક્શનમાં કોઇ તકલીફ ન પડે તે માટે કહેવામાં આવ્યું છે. આને લઇને તમામ તૈયારી કરી લેવાઈ છે.

(12:00 am IST)