Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

ટ્રમ્પ પ્રશાસને ખોલ્યા દરવાજા : H-1B વિઝા માટેની અરજીઓ એપ્રિલ 2020થી સ્વીકારશે

કંપનીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે:10 ડોલરની ફી ચૂકવવી પડશે.

વોશિંગ્ટન:અમેરિકાની ઇમિગ્રેશન એજન્સીએ H-1B વિઝા માટે મોટી જાહેરાત કરી છે. એજન્સીએ 2021માં H-1B વિઝા માટે ઇલેક્ટ્રોનિક નોંધણીની પ્રક્રિયા શરુ કરવા તૈયારી કરી છે. નાણાકીય વર્ષ 2021માટે વિદેશી કર્મચારીઓ માટે H-1Bની અરજીઓ કરનારી કંપનીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે માટે તેમણે 10 ડોલરની ફી ચૂકવવી પડશે.

અમેરિકાની ઇમિગ્રેશન સેવા આગામી નાણાકીય વર્ષ માટે પહેલી એપ્રિલ 2020થી H-1B વિઝા અરજી સ્વીકારવાનું શરુ કરશે.

અમેરિકાએ ભારતીયો અને વિદેશી નાગરિકોના લોકપ્રિય H-1B વિઝા આપવાની સંખ્યા 65,000 સુધી સમિતિ રાખી છે. H-1B બિન-પ્રવાસી વિઝા છે જે અમેરિકન કંપનીઓને વિદેશી કર્મચારીઓને, ખાસ કરીને ટેકનીકલ પ્રોફેસનલને નોકરી આપવાની મંજૂરી આપે છે.

યુએસસીઆઇએસએ જાણકારી આપી હતી કે, ઇલેક્ટ્રોનિક નોંધણી પ્રક્રિયાને કારણે પેપર વર્ક ઓછુ થશે અને અરજીકર્તાઓના પૈસા પણ બચશે.

નવા નિયમો હેઠળ H-1B વિઝા કર્મચારી નિયુક્ત કરતી કંપનીઓએ નોંધણી પ્રક્રિયા પુરી કરવી પડશે જેમાં તેમની કંપની અને અરજી કરતા કર્મચારી વિશે માત્ર મૌલિક જાણકારી માંગવામાં આવશે.

(10:38 am IST)