Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

હિંદ મહાસાગરમાંથી ખદેડી મુકાયેલ જહાજ મામલે ચીને કહ્યું અમે પાણીનો ઉતાર-ચડાવ માપતા હતા

જહાજે આ ક્ષેત્રમાં કોઈ જ સંશોધન કર્યું ન હતું.: પાણીની વધ-ઘટને માપતા હતા

 

નવી દિલ્હી : તાજેતરમાં ભારતની દરિયાઇ સરહદમાં ઘુસી આવેલા જહાજ મામલે ચીને કહ્યું છે કે તેમનું રિસર્ચ શિપ ભારતના એક્સક્લુઝીવ ઈકોમોમિક ઝોન અંદામાન નિકોબાર નજીકથી ગત સપ્ટેમ્બર મહિનામાં પસાર થયું હતું. પરંતુ જહાજે ક્ષેત્રમાં કોઈ સંશોધન કર્યું હતું. અમારા જહાજનો ઉદ્દેશ ફક્ત પાણીની વધ-ઘટને માપવાનો હતો.

   પહેલા મંગળવારે નૌકાદળના વડા એડમિરલ કરમબીર સિંહે જણાવ્યું હતું કે ચીનના નૌકાદળનું જહાજ અંદામાન સમુદ્રમાં આવેલા એક્સક્લુઝીવ ઈકોનોમિક ઝોનમાંથી હાંકી કાઢવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રકારની ઘટનાઓને લઈ કડક કાર્યવાહી કરવામાં આવશે. ચીનનું રિસર્ચ શીપ યાન-1 સપ્ટેમ્બર મહિનામાં ભારતીય જળ સરહદમાં નૌકાદળની પરવાનગી વગર દાખલ થયું હતું.

   જહાજ જાસૂસીમાં સામેલ હોવાની આશંકા બાદ તેને પરત ફરવા મજબૂર કરવામાં આવ્યું હતું. જે બાદ હવે ચીને સ્પષ્ટતા કરી છે કે રિસર્ચ શિપનો હેતુ હિન્દ મહાસાગરના ખુલ્લા ક્ષેત્રમાં નિર્માણ પામતા ધ્વનિ તરંગોની તપાસ કરવાનો અને પાણીના સ્તરમાં થતી વધઘટને માપવાનો હતો. તેણે સંપૂર્ણ પ્રક્રિયા સમયે ભારતીય ક્ષેત્રમાં કોઈ સંશોધન કર્યા હતા. તે ફક્ત ત્યાંથી પસાર થયું હતું.

(11:12 pm IST)