Gujarati News

Gujarati News

News of Sunday, 8th December 2019

દુષ્કર્મ સાથે જોડાયેલા કેસનો ઝડપી ચુકાદો લાવવા અને બે માસમાં તપાસ પૂર્ણ કરવા સરકારનો આદેશ

તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને કાયદામંત્રી લખશે પત્ર

નવી :  હૈદરાબાદ અને ઉન્નાવ રેપ કેસને લઇને સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળે છે ત્યારે મોદી સરકારએ મહિલાઓની સુરક્ષાને લઇને મોટો નિર્ણય લીધો છે. સરકારનું કહેવુ છે કે, દેશભરમાં મહિલાઓ સાથે જોડાયેલા ગૂનાના મામલાઓમાં ઝડપી ચૂકાદો લાવવા માટે વ્યવસ્થા બનાવવી જરૂરી છે

         બળાત્કાર સાથે જોડાયેલા મામલાઓમાં તપાસ 2 મહિનાઓમાં પૂર્ણ થવી જોઇએ. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદએ કહ્યું કે દેશમાં મહિલાઓ સાથે જોડાયેલા ગૂનાના મામલાઓમાં ઝડપી ચૂકાદો લાવવા માટે વ્યવસ્થા બનાવવી ખૂબ જ જરૂરી છે.

         તેઓએ કહ્યું કે દેશભરમાં 1023 નવી ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવાનો પ્રસ્તાવ આપવામાં આવ્યો છે. તેમાંથી 400 પર સહમતિ બની ગઇ છે અને 160થી વધારે પહેલા જ શરૂ થઇ ચૂકી છે. સાથે જ 704 ફાસ્ટ ટ્રેક કોર્ટ પાઇપ લાઇનમાં છે.

        કાયદા મંત્રીએ કહ્યું કે હું તમામ રાજ્યોના મુખ્યમંત્રી અને હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશોને પત્ર લખવા જઇ રહ્યો છું કે, સગીર સાથે બળાત્કારના મામલાઓમાં તપાસ 2 મહીનાની અંદર પૂર્ણ થાય. મેં મારા વિભાગને પણ જરુરી દિશા-નિર્દેશ આપ્યા છે.

(12:00 am IST)