Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

GST રિટર્ન પર સરકારે આપી 3 મહિનાની રાહત : હવે 31મી માર્ચ સુધી જમા કરાવી શકાશે

આગાઉ અંતિમ તારીખ 31મી ડિસેમ્બર હતી :વેપારીઓ અને ઉદ્યોગપતિઓએ મુદત વધારવા માંગ કરી હતી

 

નવી દિલ્હી :સરકારે જીએસટી રિટર્ન પર રાહત આપી છે નાણા મંત્રાલયે ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (GST) વાર્ષિક રિટર્ન જમા કરાવવા માટેની અંતિમ તારીખ 3 મહિના વધારીને 31 માર્ચ 2019 કરી છે. હવે કારોબારી 31 માર્ચ સુધી રિટર્ન જમા કરાવી શકે છે. આ પહેલાં GST વાર્ષિક રિટર્ન ફોર્મ જમા કરાવવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2018 રાખવામાં આવી હતી.

 

  વેપારી અને ઉદ્યોગપતિઓએ GSTનું વાર્ષિક રિટર્ન જમા કરાવવા માટેની અંતિમ તારીખ વધારવાની માગ કરી હતી. ઈવાઈમાં ભાગીદાર (કર) અભિષેક જૈને કહ્યું કે ઉદ્યોગપતિઓને જીએસટીઆર-9 અને જીએસટીઆર-9સીમાં ભરવા માટેની જરૂરી જાણકારીઓ એકત્ર કરવા માટે સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.

  અગાઉ જીએસટીઆર-9, જીએસટીઆર-9એ અને જીએસટીઆર-9સી ફોર્મ દાખલ કરવા માટેની અંતિમ તારીખ પહેલાં 31 ડિસેમ્બર 2018 રાખવામાં આવી હતી. વેપારીઓએ સમયસીમા વધારવાની માગ કરી હતી.

(1:08 am IST)