Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

મેક્સિકોની વનીસા પોંસ બની મિસ વર્લ્ડ : ખિતાબ હાંસલ કરનાર પહેલી મેક્સિકન યુવતી: માનુષી છિલ્લરના હાથે પહેરાવ્યો તાજ

પહેલી રનર અપ મિસ થાઇલેન્ડ નિકોલીન : ભારતની અનુકૃતિને ટોપ-30માં સ્થાન

 

નવી દિલ્હી: મેક્સિકોની વનીસા પોંસને મિસ વર્લ્ડ 2018 માટે પસંદ કરાઈ છે વનીસાને મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લરે હાથે તાજ પહેરાવાયો છે આ વખતે મિસ વર્લ્ડ પેજેન્ટની 68મી સીઝનનું આયોજન ચીનના સાન્યા શહેરમાં કરવામાં આવ્યું છે. વનીસાએ 118 દેશની સુંદરીઓને પાછળ છોડી આ ખિતાબ હાંસલ કર્યો છે. પહેલી રનર અપ મિસ થાઇલેન્ડ નિકોલીન રહી છે.

  વનીસાનો જન્મ 7 માર્ચ 1992માં થયો હતો. તે એક ફુલ ટાઇમ મોડલ છે. તે પહેલી મેક્સિકન છે જેના માથે આ તાજ પહેરાવવામાં આવ્યો છે. આ પેજન્ટમાં આ વખતે ભારતનું પ્રતિનિધિત્વ તમિલનાડુમાં વસવાટ કરતી અનુકૃતિ વાસ કરી રહી હતી. અનુકૃતિ જૂનમાં આયોજિત મિસ ઇન્ડિયા પેજેન્ટમાં સિલેક્ટ થઇ હતી. ત્યારે તે ટોપ 30માં પહોંચી પરંતુ ટોપ 12માં જગ્યા બનાવી શકી ન હતી.

  ટોપ 30માં ચાઇના, કૂક આઇસલેન્ડ, બેલારૂસ, બેલ્જિયમ, નાર્બર્ન આયરલેન્ડ, રસિયા, સ્કોટલેન્ડ, નાઇઝીરિયા, સાઉથ આફ્રિકા, ભારત, પનામાની યુવતીઓ સામેલ છે.

  વનીસા પોંચને 5 મે 2018માં મિસ મેક્સિકોનો ખિતાબ જીત્યો હતો. તે દરમિયાન 32 પ્રતિસ્પર્ધિઓને પાછળ છોડી દીધા હતા. વનીસાએ યુનિવર્સિટી ઓફ ગુવાનાજુ આટોથી ઇન્ટરનેશનલ કોમર્સમાં ડિગ્રી મેળવી છે. આ ઉપરાંચ તેણે હ્યૂમન રાઇટ્સમાં પણ ડિપ્લોમાં કર્યું છે. તેને વોલીબોલ અને પેઇન્ટિંગ કરવું ઘણું પસંદ છે.

(12:30 am IST)