Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

વિદેશથી પોતાના દેશમાં નાણાં મોકલવામાં ભારતીયો સૌથી મોખરે: આ વર્ષે 80 અરબ ડોલર સ્વદેશ મોકલ્યા

ભારત પછી બીજા ક્રમે ચીની નાગરિકોએ 67 અરબ ડોલર મોકલ્યા

 

નવી દિલ્હી :વિદેશથી પોતાના દેશમાં નાણાં મોકલવાના મામલે ભારતીયો સૌથી આગળ રહ્યાં છે. 2018માં પણ ભારતે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. વર્લ્ડ બેંકના રિપોર્ટ અનુસાર પ્રવાસી ભારતીયોએ વર્ષે 80 અરબ ડોલર ભારતમાં મોકલ્યા છે

   ભારત પછી બીજા ક્રમે ચીન છે. ચીનના નાગરિકોએ પોતાના દેશમાં 67 અરબ ડોલર સ્વદેશમાં મોકલ્યા છે.જે બાદ અનુક્રમે મેક્સિકો(34 અરબ ડોલર), ફિલિપાઇન્સ(34 અરબ ડોલર) અને ઇજીપ્ત(26 અરબ ડોલર) આવે છે.

 વર્લ્ડ બેંકના 'માઇગ્રેશન અને રેમિટેંસ' રિપોર્ટના હાલની એડિશન પ્રમાણે પોતાના દેશમાં નાણાં મોકલવામાં ભારતીયો સૌથી આગળ રહ્યાં છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, છેલ્લા ત્રણ વર્ષોમાં વિદેશમાંથી ભારતમાં મોકલવામાં આવેલા નાણામાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઇ છે. 2016માં 62.7 અરબ ડોલર વધીને 2017માં 65.3 અરબ ડોલર થયું. જેનો GDPમાં 2.7%ની હિસ્સેદારી હતી.

(10:03 pm IST)