Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના શાસન પછી ઇમીગ્રન્ટસ પરિવારોની મહિલાઓ ઉપર આચરાતી ઘરેલું હિંસામાં ડબલ વધારોઃ ફરિયાદ કરવાથી દેશનિકાલ થવાનો ડર બતાવાતો હોવાનો સર્વે

હયુસ્ટનઃ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પએ શાસન સંભાળ્યા પછી ભારત તથા એશિઆથી આવેલા તથા યુ.એસ.માં સ્થાયી થયેલા ઇમીગ્રન્ટસના પરિવારની મહિલાઓમાંથી અનેક મહિલાઓ ઘરેલૂ હિંસાનો ભોગ બનલી હોવા છતાં ફરિયાદ કરી શકતી નથી. કારણકે તે પતિના વીઝા ઉપર આધારિત હોવાથી તેમજ ટ્રમ્પ શાસનમાં ગેરકાયદે ડોકયુમેન્ટ ધરાવતા વિદેશીઓની હકાલપટ્ટી થવાની વાતોથી આવી મહિલાઓને ફરિયાદ કરવા જાય તો હકાલપટ્ટી થવાનો ડર રહે છે. તેમજ પોતાના બાળકોનું શું થશે તેવો ભય સતાવે છે. પરિણામે તેઓ ચૂપચાપ સહન કરી ફરિયાદ કરવાનું ટાળતી હોવાનું ઝ્રખ્ળ્ખ્ નોન પ્રોફિટગ્રેટર હયુસ્ટન એજન્સી સર્વિસએ મહિલાઓ સાથેની ચર્ચામાં તારણ કાઢ્યું હતું. મુજબ આવી મહિલાઓ ઉપર આચરાતી હિંસા ૨૦૧૭ની સાલ કરતા ૨૦૧૮ની સાલમાં બમણી થઇ ગઇ છે.

(8:56 pm IST)