Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હિન્દુ બહુમતી ગામમાં મુસ્લિમ શખ્સ સરપંચ

સાંપ્રદાયિક એકતાનો દાખલો

જમ્મુ, તા.૮  : જમ્મુ-કાશ્મીરમાં નવ તબક્કામાં પંચાયત ચુંટણીમાં ભદ્રવાહ શહેરમાં હિન્દુઓની બહુમતી ધરાવતી એક ગામમાં સાંપ્રદાયિક એકતા અને ભાઈચારાનો દાખલો જોવો મળ્યો છે. ગામના એકમાત્ર મુસ્લિમ પરિવારના વડાને સર્વાંગી રીતે પંચ તરીકે ચુંટી કાઢવામાં આવ્યા છે. ચૌધરી મોહંમદ હુસૈન પરિવારથી આવનાર એક ગુર્જર છે. હુસૈન હંગા પંચાયતના ભેલન-ખરોટી ગામમાંથી પંચ તરીકે ચુંટાઈ આવ્યા છે. ગામમાં રહેનાર ૪૫૦ પરિવારોમાં હુસૈન પરિવાર એકમાત્ર મુસ્લિમ પરિવાર છે. તે પોતાની પત્ની, પાંચ પુત્રો અને પુત્રવધુની સાથે રહે છે. તેમણે પોતાની ચારેય પુત્રીઓના લગ્ન કરી દીધા છે.

 ધ્રવીકરણ અને સાંપ્રદાયિક આધાર ઉપર ચીજોને જોનાર સમાજ માટે આ એક દાખલા સમાન ઘટના છે.

(7:32 pm IST)