Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

..તો લોકસભા ચૂંટણી ટાંકણે જ પેટ્રોલ - ડીઝલ ફરી મોંઘા : મોદી માટે માથાનો દુઃખાવો

ટ્રમ્પ અને મોદીની વાત ન સાંભળી ઓપેક દેશોએઃ તેલ ઉત્પાદક દેશોની બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો લાવવા સહમતી સધાઈ હોવાના સમાચાર સાથે જ વૈશ્વિક માર્કેટમાં શુક્રવાર મોડી સાંજે જ ક્રૂડ ઓઈલ ૫ ટકા જેટલું મોંઘુ થઈ ગયું હતું

નવી દિલ્હી તા. ૮ : દુનિયામાં તેલ ઉત્પાદક દેશોના સૌથી મોટા સંગઠન ઓપેક અને તેમાં ન હોય તેવા મોટા તેલ ઉત્પાદક દેશોની બેઠકમાં ક્રૂડ ઓઇલના ઉત્પાદનમાં ઘટાડો લાવવા સહમતી સધાઈ હોવાના સમાચાર સાથે જ વૈશ્વિક માર્કેટમાં શુક્રવાર મોડી સાંજે જ ક્રૂડ ઓઈલ ૫ ટકા જેટલું મોંઘુ થઈ ગયું હતું. અહેવાલો અનુસાર ઓપેક અને બિન ઓપેક દેશો વચ્ચે પ્રતિ દિવસ ૧૨ લાખ બેરલ ઓઇલ ઉત્પાદન ઘડાડવા અંગે સહમતી સધાઈ. જેના કારણે ક્રૂડ ઓઇલની કિંમતો ૬૩.૦૭ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી. ન્યુયોર્કના વેસ્ટ ટેકસાસ ઇન્ટરમીડિયમ પર ક્રૂડના ભાવામાં પાંચ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરમાં વિરામ આવ્યાના સમાચારો સાથે જ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વાયદા બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં જોરદાર તેજી જોવા મળી હતી. ગઈકાલે વિએના ખાતે મળેલી ઓપેક અને બિન ઓપેક દેશોના એનર્જી મિનિસ્ટર્સની બેઠકમાં ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા અંગે નક્કી કરવામાં આવ્યું. જે મુજબ એકલા ઓપેક દેશો જ ૮ લાખ બેરલ જેટલું ઉત્પાદન ઘટાડશે. જેની સીધી અસર ભારતના બજારોમાં જોવા મળશે.

જયારે આ ડીલમાંથી બિન ઓપેક દેશ ઈરાનને રાહત મળી હોવાના અહેવાલ પણ આવી રહ્યા છે. જેના કારણે ઈરાન પોતાનું ક્રુડ ઓઇલ ઉત્પાદન નહીં ઘટાડે. આ માટે તેણે પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યું કે, શ્નઅમેરિકી પ્રતિબંધોને કારણે પહેલાથી જ તેનું ક્રૂડ ઉત્પાદન ઓછું થઈ ગયું છે.લૃ અમેરિકન પ્રેશર અને તમામ દેશોની ઓછી ઇચ્છાના હોવા છતા થયેલી આ ડીલ બધા માટે આશ્યર્ય જનક છે. તો ભારતમાં મોદી સરકાર માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે છે.

૧ ઓકટોબર પહેલાના ૮ જ સપ્તાહમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ૩૦ ટકા જેટલો વધારો થયો હતો. જે બાદ ઓકટોબરના પહેલા સપ્તાહમાં સરકારે એકસાઇઝ ડ્યુટી ઘટાડતા લીટરે ૧.૫૦ રૂપિયો ઘટ્યો હતો અને પછી ક્રૂડ ઓઇલના ભાવ ઘટતા વધેલા ભાવમાં ૧૦્રુ જેટલી રાહત મળી હતી. જોકે હવે આગામી દિવસોમાં ફરી આંતરરાષ્ટ્રીય ભાવ વધારાના કારણે દેશમાં જયારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ત્યારે સરકાર આગામી ૫ મહિનામાં આવતી લોકસભા ચૂંટણીને લઈને એકસાઇઝ ડ્યુટીમાં ઘટાડો કરે છે કે નહીં તે જોવાનું રહેશે.(૨૧.૧૫)

(4:09 pm IST)