Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ફકત ૧૪,૯૯૯માં દિલ્હીથી અમેરિકાની ફલાઇટ

એરલાઇન્સની જબરજસ્ત ઓફર

નવી દિલ્હી તા. ૮ : એવા ઘણા લોકો છે જેઓ પોતાની લાફઇમાં એકવાર વિદેશ પ્રવાસ કરવા માગે છે અને તે પણ અમેરિકા કે યુરોપનો, પરંતુ અહીં જવા માટે ફલાઇટ્સની ટિકિટ એટલી મોંઘી હોય છે કે પ્રવાસનું ૯૦ ટકા બજેટ ટો આ ટિકિટના ખર્ચમાં વપરાઈ જાય છે. જેના કારણે તેમનું આ સપનું માત્ર સપનું બનીને જ રહી જાય છે. પરંતુ હવે તેવા લોકો માટે એક સારા સમાચાર આવ્યા છે. તાજેતરમાં અમેરિકન કંપની ષ્ંરૂ એરલાઇન્સ દ્વારા દિલ્હીથી અમેરિકા અને યુરોપ માટેની પોતાની ફલાઇટ્સમાં ખાસ ઓફર શરુ કરી છે. જેમાં તમે માત્ર ૧૪,૯૯૯માં અમેરિકા-યુરોપની ટિકિટ ખરીદી શકો છો.

આ ફલાઇટ નોર્થ અમેરિકા અને યુરોપને કનેકટ કરે છે. આ એરલાઇન્સની ખાસિયત એ છે કે તેનું ભાડું હંમેશા ખૂબ ઓછું હોય છે. જેમાં હવે દિલ્હીથી પણ સસ્તા ભાડાની ફલાઇટ ઓફર કરી રહી છે. ભારતમાં પોતાનો ગ્રાહક વર્ગ વધારવા માટે માર્કેટિંગ સ્કીમ અંતર્ગત આ ઓફર લઈ આવી છે એરલાઈન કંપની. જોકે ૧૪,૯૯૯ની ટિકિટ ખૂબ જ લિમિટેડ હોવાથી કંપનીએ વહેલા તે પહેલાના ધોરણે ગ્રાહકોને ટિકિટ આપવાનું નક્કી કર્યું છે.

હકીકતમાં કંપનીએ પોતાના ફલાઇટમાં કેટલીકન નિશ્ચિત બેઠકોની ટિકિટો પર જ આ ઓફર શરૂ કરી છે. જોકે કંપનીએ કેટલી સીટો પર તે આ ઓફર આપશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. જોકેઆ સાથે કંપનીએ આ સાથે એક શરત મુકી છે કે આવી ટિકિટ લેનાર વ્યકિતને સામાનનો ફ્રી એકસેસ નહીં મળે. એટલે કે તમારા દરેક સામાન માટે તમારે ચાર્જ ચૂકવવો પડશે. તેમજ ફલાઇટમાં ખાવાનું પણ ફ્રીમાં નહીં મળે. તે માટે પ્રવાસીએ પોતાનું ખાવાનું ખિસ્સામાંથી ખર્ચીને ખરીદવું પડશે.

કંપનીનો દાવો છે કે પ્રવાસી આ ખાસ ઓફરની ટિકિટ લીધા પછી પોતાના સામાન માટે લગેજ ભાડુ અને ઓનબોર્ડ મીલના રુપિયા ચુકવશે તો પણ તેનો ટોટલ ખર્ચ બીજી એરલાઇન્સની ટિકિટ ખરીદવા કરતા ૨૦-૨૫ ટકા જેટોલ ઓછો થશે. હાલ કંપની દિલ્હીથી સપ્તાહમાં અમેરિકા માટે ૩ ફલાઇટ્સ ઓપરેટ કરી રહી છે.(૨૧.૨૫)

 

(4:08 pm IST)
  • સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિઓ ગુતરેસે ભારતના યુ.એન.ખાતેના પૂર્વ પ્રતિનિધિ હંસા જીવરાજ મેહતાના યોગદાનને યાદ કર્યું : માનવ અધિકારોની સુરક્ષા તથા સમાજ સુધારણા માટે જીવન અર્પણ કરનાર ગુજરાતી મહિલા સુશ્રી હંસા મેહતા ભારતની બંધારણ કમિટીના પણ સભ્ય હતા access_time 12:57 pm IST

  • પીટર મુખર્જીની જામીન અરજીનો સીબીઆઈએ કર્યો વિરોધ :તેની સામે પર્યાપ્ત પુરાવા :મુખરજીએ દાખલ કરેલી અરજીમાં પોતે ગુન્હામાં સામેલ હોવાનો ઇન્કાર કર્યો હતો :સીબીઆઈએ જામીન અરજી અંગે કહ્યું કે પીટર ,શીના બોરનું અપહરણ અને હત્યાના જધન્ય અપરાધમાં સામેલ હતા અને તેની વિરુદ્ધ આરોપ સાબિત કરવા પૂરતા પુરાવા છે access_time 1:02 am IST

  • વડોદરાના પાદરાના નેદ્રા ગામે દીપડાની દહેશત :૫ દિવસથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ :ગામના લોકોએ ખેતરોમાં જવાનું બંધ કર્યું :ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું access_time 1:36 am IST