Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પાકિસ્તાન કરતા ભારતમાં મુસ્લીમો વધુ! તોગડિયાની પાર્ટી લઘુમતિના દરજ્જા સામે અવાજ ઉઠાવશે

હિન્દુત્વ આધારિત નવા પક્ષનું એકાદ મહિનામાં એલાનઃ ચૂંટણીની તૈયારી

રાજકોટ તા.૮: આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના વડા ડો. પ્રવીણભાઇ તોગડિયા એકાદ મહિનામાં નવી રાજકીય પાર્ટીની સ્થાપના કરે તેવા વાવડ છે.

નવા પક્ષનું નામ અને કામ હિન્દુત્વલક્ષી રહેવાના એંધાણ છે. રામ મંદિર નિર્માણ, સમાન સિવીલ કોડ જેવા બહુ ગાજેલા મુદ્દા ઉપરાંત લઘુમતીઓના મુદ્દાને પણ પાર્ટી આવરી લેવા માંગે છે.

એ.એચ.પી.ના વર્તુળોના જણાવ્યા મુજબ વિશ્વના મુસ્લીમ રાષ્ટ્રો કરતા ભારતમાં મુસ્લીમોની વસ્તી વધી ગઇ છે. પાકિસ્તાનમાં ૧૭ કરોડ મુસ્લીમો હોવાનો અંદાજ છે. ભારતમાં મુસ્લીમોની વસ્તી રપ કરોડ જેટલી થઇ ગઇ છે. સંખ્યાની દ્રષ્ટિએ લઘુમતિ રહયાન  હોવા છતાં લઘુમતિ તરીકેના લાભ શા માટે? તેવા સવાલ સાથે ડો. તોગડિયાની નવી પાર્ટી લઘુમતિનો દરજજો દૂર કરવા માટે અવાજ ઉઠાવવા માંગે છે.

ઉપરાંત ખેડૂતોને સી-ટુ પ્રમાણે ખેત ઉપજના ભાવ મળે, યુવાનોને રોજગારી મળે તે મુદ્દા નવી પાર્ટીની કાર્યસૂચિમાં રહેશે ડોકટરની પાર્ટી લોકસભાની ચૂંટણી દેશની લગભગ તમામ બેઠકો પર લડવાની તેૈયારી કરી રહી છે. (૧.૨૪)

(4:03 pm IST)