Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

૨૦૦ વિમાન ધરાવતી દેશની પ્રથમ ડોમેસ્ટિક એરલાઈન્સ બની ઈન્ડિગો

એરબસ એ-૩૨૦ અને બે એ-૩૨૦ નવા વિમાનને સમાવેશ કરવાની ઘોષણા

નવી દિલ્હી :ડોમેસ્ટિક બજેટની એર લાઈન્સે શુક્રવારે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ૨૦૦ વિમાન ધરાવતી દેશની પ્રથમ ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગો બની છે.

ઈન્ડિગોએ શુક્રવારે પોતાના કાફલામાં એરબસ એ-૩૨૦ અને બે એ-૩૨૦ નવા વિમાનને સમાવેશ કરવાની ઘોષણા કરી છે.

 સાથે જ ઈન્ડિગો ૨૦૦ વિમાન રાખનારી દેશની પ્રથમ એર લાઈન્સ બની ગઈ છે. ઈન્ડિગો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ વર્ષમાં તે ૩૦૦ વિમાન રાખવાના લક્ષ્‍ય રાખી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક વિમાનની સેવા મામલે ઈન્ડિગોનો ૪૦ ટકા ભાગ છે.

(2:14 pm IST)