Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

સત્તા પર અંકુશ

સહકારી બેંકોની સત્તા ઉપર તરાપ મારવા ભારતીય રીઝર્વ બેંકની હિલચાલથી નારાજગી

બોર્ડ ઉપર ડાયરેકટર ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટ મૂકવા તૈયારી

મુંબઇ, તા. ૮ : સહકારી બેંકની સત્તા પર અંકુશ લાવવા માટેની તજવીજ આરબીઆઇએ શરૂ કરી છે, તેમાં સહકારી બેંકના બોર્ડ ઓફ ડિરેકટરની ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટ મૂકવા માટેની તૈયારી કરી રહ્યું છે. તેનો વિરોધ પણ સહકારી બેંક દ્વારા શરૂ કરી દેવામાં આવ્યો છે.

 

સહકારી બેંક એટલે કે કો-ઓપરેટિવ બેંકમાં થતા તમામ નિર્ણય કરવાની સત્તા બોર્ડ ઓફ ડિરેકટર પાસે રહેલી છે. તેઓ દ્વારા કરાયેલા નિર્ણય પ્રમાણેની જ કાર્યવાહી સહકારી બેંકમાં થતી હોય છે, પરંતુ સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેકટરની ઉપર બોર્ડ ઓફ મેનેજમેન્ટ બનાવીને તેમાં સહકારી બેંકના ડિરેકટર ઉપરાંત બે સભ્ય બહારના મૂકવા અંગે આરબીઆઇ વિચારી રહી છે. તેમજ બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવાયેલા નિર્ણયનો અમલ બોર્ડ ઓફ ડિરેકટરે કરવાનો રહેશે. જેથી બોર્ડ ઓફ ડિરેકટર ફકત શોભાના ગાંઠીયા બનીને રહી જશે, તેની સામે રાજયની અને દેશની તમામ સહકારી બેંકોએ લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે.

બોર્ડના બે સભ્યોને પગાર પણ આપવો પડશે

બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં હાલના બોર્ડ ઓફ ડિરેકટરમાંથી સભ્યોની નિમણૂક કરવાની રહેશે, તેમાં બોર્ડ ઓફ ડિરેકટરમાંથી પ૦ ટકા જ સભ્યો બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં રહેશે. આ ઉપરાંત બે સભ્યો બહારના હશે. તેઓને બેંક દ્વારા પગાર પણ ચૂકવવો પડશે, તેવી તમામ જાણકારી આરબીઆઇએ બેંકને મોકલેલા પરિપત્રમાં જણાવી દેવામાં આવી છે.

બોર્ડ ઓફ ડિરેકટરની સત્તા કાપવા સીઇઓ નિમશે

બોર્ડ ઓફ ડિરેકટરની સત્તા પર લગામ મૂકવા માટે આરબીઆઇ સહકારી બેંકમાં  જનરલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકે સીઇઓ મૂકવા માટેની પણ વિચારણા કરી રહી છે. જેથી હાલમાં જે રીતે સહકારી બેંકમાં બોર્ડ ઓફ ડિરેકટરના કરેલા નિર્ણયનો અમલ કરવા જનરલ મેનેજર હોય છે. તેના સ્થાને સીઆઇઓ નિમણૂંક કરવા માટેની હિલચાલ આરબીઆઇએ શરૂ કરતા વિરોધ શરૂ થયો છે.

(11:37 am IST)