Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભાની પાલી બેઠકના

રિટર્નિંગ ઓફિસર સસ્પેન્ડઃ ભાજપના ઉમેદવારના ઘરમાંથી મળી આવ્યું EVM

નવી દિલ્હી તા. ૮ : ચૂંટણી પંચે રાજસ્થાન વિધાનસભા (રાજસ્થાન વિધાનસભા ચૂંટણી ૨૦૧૮)ની પાલી બેટકના રિટર્નિંગ ઓફિસરને હટાવવાના આદેશ આપ્યા છે. ભાજપના એક ઉમેદવારના ઘરમાં કથિત રીતે ઈવીએમ મળી આવ્યાં બાદ આ કાર્યવાહી  કરવામાં આવી. આ અગાઉ ચૂંટણી પંચે કહ્યું હતું કે એક સેકટર અધિકારી ઈવીએમ મશીન લઈને ભાજપના ઉમેદવારના ઘરે ગયો હતો. ત્યારબાદ સેકટર અધિકારીને હટાવવામાં આવ્યાં અને સંબંધિત ઈવીએમને ચૂંટણી પ્રક્રિયાથી બહાર કરવામાં આવ્યું.

ચૂંટણી પંચે પાલીના રિટર્નિંગ અધિકારી મહાવીરને પણ હટાવવાના આદેશ આપ્યાં. આ બાજુ જોધપુરના રાકેશને કાર્યભાર સંભાળવાનો આદેશ આપવામાં આવ્યો. ભાજપના ઉમેદવારના ઘરમાં કથિત રીતે ઈલેકટ્રોનિક વોટિંગ મશીન રાખ્યું હોવાનો વીડિયો પણ વાઈરલ થઈ ગયો છે.

રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે શુક્રવારે મતદાન થયું જેમાં ૭૪ ટકા મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. બે ત્રણ નાની ઘટનાઓને બાદ કરતા પ્રદેશમાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું. ચૂંટણી પંચે કહ્યું કે ૭૪.૦૨ ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. જે ગત વિધાનસભા ચૂંટણીમાં થયેલા ૭૫.૨૩ ટકા મતદાનથી થોડું ઓછું છે.

પોલીસના જણાવ્યાંમુજબ બીકાનેરના કોલાયત અને સીકરમાં જૂથ અથડામણ થઈ હતી. અલવરના શાહજહાપુરના એક ગામમાં કેટલાક લોકોએ મતદાન કેન્દ્રમાં ઘૂસવાની કોશિશ કરી હતી. જયાં અર્ધસૈનિક દળોએ હાલાત પર કાબુ મેળવવા માટે હવામાં ફાયરિંગ કરવું પડ્યું હતું. આ ઘટનાના કારણે મતદાનમાં વિધ્ન પડ્યું હતું.

બીકાનેરના કોલાયતમાં એક મતદાન કેન્દ્રની બહાર બે જૂથો વચ્ચે અથડામણ થઈ. એક વાહન ફૂંકી મારવામાં આવ્યું હતું. સીકરમાં પણ આવી જ ઝડપ થઈ હતી. પરંતુ મતદાન પર  કોઈ અસર થઈ નહી. અનેક મતદાન કેન્દ્રો પર ઈવીએમ તથા વીવીપેડ મશીનોને બદલવા પડ્યા હતાં જો કે તેની સંખ્યા નજીવી હતી. બુંદી જિલ્લાના હિંદોલી વિસ્તારમાં ૧૦૨ વર્ષના કિશ્નીબાઈએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. (૨૧.૬)

(4:11 pm IST)
  • ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના વડા કેશુભાઈ પટેલને તાવ અને કફને લીધે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. access_time 10:15 pm IST

  • કચ્છ : કંડલા પોર્ટથી ૧૦ માઈલ દૂર રી-શિપિંગનું ૧૫ નંબરનું બાર્જ નામનું જહાજ ડૂબ્યું :અન્ય જહાજ અને બાર્જની મદદથી તમામ ક્રુ-મેમ્બરને રેસ્ક્યુ કરીને બચાવાયા : બાર્જ અને ક્રુ-મેમ્બરોને કંડલા બંદર પર લવાયા access_time 4:28 pm IST

  • પેરિસમાં વિરોધ પ્રદર્શનને પગલે એફિલ ટાવર પ્રવાસીઓ માટે બંધ કરાયો :છેલ્લા એક દાયકામાં સૌથી ખરાબ હિંસાના માહોલને ધ્યાને લઈને ફ્રાન્સની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા પોલીસની સંખ્યા 65 હજારથી વધારીને 89 હજાર કરી દેવાઈ access_time 12:45 am IST