Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

નવા વર્ષ પહેલા ગાડીઓના પ્રીમિયમ ઘટશે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડાશે

નવી દિલ્હી તા.૮: ગાડીઓના વિમા થોડા સમયમાં ઘટી શકે છે. સરકાર હવે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર જીએસટી ઘટાડવાની છે. હાલમાં થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર ૧૮% જીએસટી લાગે છે. જેને ઘટાડીને પ અથવા ૧૨% કરવામાં આવશે.

સુત્રોનું કહેવું છે કે નાણામંત્રાલયની કોશિષ તો એવી હતી કે થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર જીએસટી સમાપ્ત કરી દેવાય પણ તેના પર સંમતિ નહોતી થઇ. જો કે ૧૮ % જીએસટીને ૧૨ અથવા તેનાથી ઓછા દર પર લાવવા માટે સંમતિ થઇ ચૂકી છે. આ પ્રસ્તાવને હવે જીએસટી કાઉન્સીલની ૨૧ ડીસેમ્બરે થનારી બેઠકમાં મુકાશે અને જે દર નક્કી થશે તે અમલી બનશે.

ઉલ્લેખનિય છે કે, ઇન્સ્યોરન્સ કંપનીઓની સાથે સાથેે ઓટો કંપનીઓ પણ ઘણા સમયથી થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ પર જીએસટી સંપૂર્ણપણે સમાપ્ત કરવાની માંગણી કરી રહી છે.(૧.૨)

(10:12 am IST)