Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

યાહુ દ્વારા જાહેર કરવામાં આવેલા પોપ્યુલારિટી લિસ્ટમાં ૨ વર્ષના તૈમુર ખાને પીઅેમને પાછળ છોડી દીધા

મુંબઈઃ બૉલિવુડની બેબો કરીના કપૂર ખાનનો દીકરો તૈમૂર ઘણીવાર પોતાના ક્યૂટ અંદાજ માટે સમાચારોમાં છવાયેલ રહે છે. તેનો નવો ફોટો અને વીડિયો આવતા ફેન્સ વચ્ચે વાયરલ થઈ જાય છે. પરંતુ હાલમાં બે વર્ષના તૈમૂરે જે કરી દેખાડ્યું તે સૈફ અને કરીના પણ હજુ સુધી ક્યારેય કરી શક્યા નથી. તાજેતરમાં યાહૂ દ્વારા જાહેર કરવામાં આવેલ પોપ્યુલારિટી લિસ્ટમાં તેણે પીએમ મોદીને પણ પાછળ છોડી દાધા છે.

સૈફ અને કરીના કરી શક્યા જે કામ તે તૈમૂરે કરી દેખાડ્યું

યાહૂ દ્વારા જાહેર કરવામાં આવેલ સૌથી વધુ સમાચારોમાં રહેલ ભારતીય પર્સનાલિટીના લિસ્ટમાં 2 વર્ષના તૈમૂર અલી ખાનનું નામ સામેલ છે. ખાસ વાત તો છે કે લિસ્ટમાં પિતા સૈફ અને માતા કરીનાને પણ જગ્યા નથી મળી. લિસ્ટમાં તૈમૂર 10માં સ્થાને છે અને પીએમ મોદી પહેલા સ્થાને. જ્યારે બીજા નંબરે રાહલુ ગાંધી છે. ત્રીજા સ્થાને પૂર્વ CJI દીપક મિશ્રા, ચોથા સ્થાને વિજય માલ્યા, પાંચમા સ્થાને નીરવ મોદી અને છઠ્ઠા સ્થાને #Meetooના આરોપમાં ઘેરાયેલા એમ. જે અકબર છે.

લિસ્ટમાં પ્રિયા પ્રકાશ અને શ્રી દેવીને જગ્યા

વર્ષ 2018માં જે લોકો છવાયેલા રહ્યા તેમાં આંખ મારવાવાળી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયર અને બોલિવુડની જાણીતિ અભિનેત્રી સ્વ. શ્રીદેવીનો પણ સમાવેશ થાય છે. તો બોલિવુડમાંથી સલમાન ખાન સૌથી વધુ સર્ચ થનાર સેલેબ્રિટી બન્યા છે. તો કેટેગરીમાં નિક જોનસ બીજા ક્રમે છે.

(12:00 am IST)