Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અમેરિકાના સાઉધર્ન કેલિફોર્નિયામાં સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ દિવસ ઉજવાયો : 250 ઉપરાંત કોમ્યુનિટી અગ્રણીઓએ લોખંડી પુરુષને સ્મૃતિ વંદના કરી

કેલિફોર્નિયા : તાજેતરમાં 31 ઓક્ટોબર 2019 ના રોજ  સાઉધર્ન કેલિફોર્નિયામાં આવેલા સનાતન ધર્મ હિન્દૂ ટેમ્પલમાં સરદાર વલ્લભભાઈનો જન્મ દિવસ ઉજવાયો હતો.જેમાં જુદા જુદા ઇન્ડિયન અમેરિકન ઓર્ગેનાઇઝેશનના 250 ઉપરાંત પ્રતિનિધિઓએ હાજરી આપી હતી તથા લોખંડી પુરુષને સ્મૃતિ વંદના કરતા પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.

આ તકે ભારતમાં સરદાર પટેલની જન્મ જયંતિને અનુલક્ષીને ઉજવાઈ  રહેલા "ઇન્ડિયા યુનિટી ડે" માં શામેલ થવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ યુ.એસ.માં વસતા ભારતીયોને અભિનંદન પાઠવતો શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો જે વાંચી  સંભળાવાયો હતો 

(8:06 pm IST)