Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

બાય... બાય... ટીમ ઈન્ડિયા : ખેલાડીઓએ ક્રિકેટપ્રેમીઓ સાથે સેલ્ફી પડાવી

એરપોર્ટ ખાતે ક્રિકેટ રસીકો ઉમટી પડ્યા : ખેલાડીઓએ પણ સૌનું અભિવાદન ઝીલ્યુ

રાજકોટ : ગઈકાલે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને કચડીને ત્રણ મેચોની સીરીઝ ૧-૧થી સરભર કરી દીધી છે. રાજકોટનું મેદાન ફળ્યુ છે. હવે ૧૦મીએ સીરીઝનો અંતિમ મુકાબલો રમાશે. ત્યારે મહાજીત મેળવી ટીમ ઈન્ડિયાએ આજે ચાર્ટર્ડ પ્લેનમાં જવા રવાના થયા હતા. ખાસ કરીને હોટલ ફોર્ચ્યુન અને એરપોર્ટ ખાતે ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. તો ભારતીય ટીમના ખેલાડીઓ રોહિત શર્મા, લોકેશ રાહુલ, રીષભ પંત, ધવન, મનીષ પાંડે સહિતના ક્રિકેટરસીકો સાથે સેલ્ફી પડાવી હતી. ભારત અને બાંગ્લાદેશ બંને ટીમો આજે બપોરે રાજકોટથી રવાના થયા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:49 pm IST)