Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીજી ૯૨વર્ષના થયાઃ નરેન્દ્રભાઈએ લાંબા આયુષ્યની કામના કરી

નવી દિલ્હીઃ ભાજપના પાયાના પથ્થર, વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીજીનો આજે ૯૨મો જન્મદિવસ છે. તેમનો જન્મ કરાંચી (હાલ પાકિસ્તાન)માં થયો હતો. આજે  તેમના જન્મદિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ટ્વીટ કરી શુભેચ્છા પાઠવી હતી. નરેન્દ્રભાઈએ ટ્વીટમાં લખ્યુ હતુ કે, ''વિધ્વાન, રાજનેતા અને દેશના સૌથી સમ્માનિત નેતઓમાંના એક એવા નાગરીકોને સશકત બનાવનાર શ્રી લાલકૃષ્ણ અડવાણીજીને દેશ સદા યાદ રાખશે. હું તેમના જન્મદિવસે તેમની લાંબી આયુની કામના કરૂ છું.''

નરેન્દ્રભાઈએ અડવાણીજીને નિવાસસ્થાને જઈ શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ વૈંકેયાજી, ગૃહમંત્રી અમિતભાઈએ પણ લાલકૃષ્ણ અડવાણીજીને જન્મદિવસે રૂબરૂ શુભેચ્છા પાઠવેલ. અડવાણીજી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂકયા છે. લાલ કૃષ્ણ અડવાણીનો જન્મ અવિભાજીત ભારતના સિંધ પ્રાંતમાં ૮ નવેમ્બર ૧૯૨૭માં રોજ થયો હતો. પિતાનું નામ કૃષ્ણચંદ ડી. અડવાણી અને માતા જ્ઞાની દેવી હતા. પાકિસ્તાનના કરાચીમાં સ્કૂલમાં અભ્યાસ કર્યો અને સિંધની કોલેજમાં પ્રેવશ મેળવ્યો હતો. જયારે દેશના ભાગલા પડ્યા તો તેમનો પરિવાર મુંબઇ આવી ગયો. અહીં તેમણે કાયદાની ડિગ્રી લીધી. અડવાણી જયારે ૧૪ વર્ષના હતા ત્યારે સંઘ સાથે જોડાઇ ગયા હતા. તેમણે મુંબઈ યુનિર્વસીટીથી અભ્યાસ કર્યો છે.  તેમને સંતાનોમાં પુત્રી પ્રતિભા અને  પુત્ર જયંત છે.

(11:34 am IST)