Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

'બુલ બુલ'ની અસરથી પશ્ચિમ બંગાળમાં લેન્ડફોલ કરશેઃ તોફાની પવન સાથે ભારે વરસાદ પડશે

'મહા' વાવાઝોડુ નબળુ પડી ગયું પણ તેની અસરરૂપે ૨૪ કલાક સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઇ રહેશે

બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડુ 'બુલબુલ' ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહયુ છે. જેની અસરરૂપે ઓડીસ્સા, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં વરસાદ પડશે.

જયારે મહારાષ્ટ્રમાં તા.૧૪, ૧૬, ૧૭ નવેમ્બરના શકયતા. હાલમાં આ વાવાઝોડુ બાંગ્લાદેશ અને તેને જોડતા પશ્ચિમ બંગાળ તરફ ગતિ કરી રહયું છે. આ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ  આસપાસ લેન્ડફોલ કરશે. આજે સાંજથી ઓરીસ્સા, પશ્ચિમ બંગાળ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઇ જશે.

(11:30 am IST)