Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સમગ્ર વિશ્વ ઉપર ૧૮૮ લાખ કરોડ ડોલરનું દેવું

ભારત ઉપર પ૪૩ અબજ ડોલરનું દેવું

નવી દિલ્હી, તા.૮: ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપો૪ટ મુજબ, સમગ્ર વિશ્વ પર દેવાનો બોજ લગભગ ૧૮૮ ટ્રિલિયન ડોલર (૧૮૮ લાખ ડોલર ડોલર)નો છે. રકમનો અંદાજો એના પરથી જ લગાવી શકાય છે કે, ભારતની અર્થવ્યવસ્થાનો આકાર માત્ર ૨.૭ લાખ કરોડ ડોલરનો છે, જયારે કે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાનો આકાર લગભગ ૨૧.૩૫ લાખ કરોડ ડોલરનો છે.

આઈએમએફની પ્રમુખ ક્રિસ્ટલીના જોર્જીવાએ લોનના આટલા વિશાળકાય બોજ પર ચિંતા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે, લોનની રકમ વિશ્વના કુલ ઉત્પાદનના બેગણાથી પણ વધુ છે. તેમણે ચેતવણીભર્યા સૂરમાં કહ્યું કે, જો અર્થવ્યવસ્થાની ઝડપ ધીમી થઈ જાય છે, તો સરકારો અને ઈન્ડિવિઝયુઅલ ખતરામાં પડી જશે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૬માં સમગ્ર વિશ્વ પર લોનનો બોજ લગભગ ૧૮૮ લાખ કરોડ ડોલર હતો.

જૂન મહિનામાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)નો એક રિપોર્ટ આવ્યો હતો જે મુજબ, ભારતનું કુલ વિદેશી દેવું ૨૦૧૯ સુધી ૫૪૩ અબજ ડોલર હતું. માર્ચ ૨૦૧૮ની સરખામણીએ વિદેશી દેવાની રકમમાં લગભગ ૧૩.૭ અબજ ડોલરનો વધારો થયો. જીડીપી સાથે સરખામણી કરીએ તો રકમ ૧૯.૭ ટકા હતી.

કેન્દ્ર સરકાર દર વર્ષે લાખો કરોડ રૂપિયા માત્ર દેવા પર વ્યાજ ચૂકવવામાં ખર્ચ કરી દે છે. ગત બજેટમાં સરકારે દેવા પર વ્યાજ ચૂકવવા માટે ૫.૭૫ લાખ કરોડ રૂપિયા એલોટ કર્યા હતા. બજેટ ૨૦૧૯-૨૦ની વાત કરીએ તો સરકારએ લગભગ ૨૭.૮૦ લાખ કરોડ રૂપિયા ખર્ચનો લક્ષ્ય રાખ્યો છે.

(10:36 am IST)